તસ્કરો આવ્યા હતા ATM સેન્ટરને નિશાન બનાવવા, પણ ગેસકટર સહિતનો સામાન મુકીને કેમ નાશી ગયા વાંચો..

તસ્કરો આવ્યા હતા ATM સેન્ટરને નિશાન બનાવવા, પણ ગેસકટર સહિતનો સામાન મુકીને કેમ નાશી ગયા વાંચો..

Mysamachar.in-વડોદરા

આપણે ત્યાં હવે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં તસ્કરો એટીએમ સેન્ટરોને પોતાના સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે, એવામાં વડોદરાના સમા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંક ઇન્ડિયાના ATMમાં શનિવારે મોડી રાત્રે ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયાનું સામે આવે છે, નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસના વોચમેનની સતર્કતાને પગલે લૂંટારૂઓને ભાગવુ પડ્યું હતું. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા SBIના ATMમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરો ATMને તોડવા માટે ગેસ કટર પણ સાથે લઇને આવ્યા હતા.

જોકે નજીકમાં આવેલા ટ્યુશન કલાસના વોચમેને ટ્રાઇસિકલ અને ગેસ કટર સહિતના સાધનો જોતા શંકા ગઇ હતી. જેથી વોચમેને તુરંત જ પોલીસને જાણ કરી દીધી હતી. જેને પગલે તસ્કરો ટ્રાઇસિકલ અને ગેસ કટર સહિતના સાધનો સ્થળ પર જ મૂકીને ભાગી ગયા હતા. થોડીવારમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.