Mysamachar.in-જામનગર
જામનગર જીજી હોસ્પીટલની કોવીડ A બિલ્ડીંગમાં ચોથા માળે આવેલ ICUમાં આજે વેન્ટીલેટરમાં શોર્ટસર્કીટને કારણે ધુમાડા નીકળતા હાજર ફાયર સ્ટાફે તુરંત જ વેન્ટીલેટરનો છેડો કટ કરી દેતા આગ છમકલામાં જ પૂર્ણ થઇ ગઈ, જો સમયસર આવું ન થયું હોતતો કદાચ આજે મોટી ઘટના બની હોત. થોડીવાર માટે હાજર સ્ટાફ સહિતના લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા, જો કે બાદમાં ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈએ સહિતની ટીમે પણ ઘટનાસ્થળની સમીક્ષા કરી અને બધું જ સલામત હોવાનો દાવો કર્યો હતો.