my samachar.in:જામનગર
જામનગરના જાંબુડા ગામ નજીક આવેલ વેલકમ રિસોર્ટ આવેલ આ રિસોર્ટના સિક્યુરીટીની દાદાગીરીની દાસ્તાન પોલીસ ચોપડે ચઢી છે, કિશનસિંહ જાડેજા નામના વ્યક્તિ અને તેમના મિત્રો સાથે આ રિસોર્ટ ખાતે ગયા હતા ત્યારે સિક્યુરીટીના અંકીતભાઇ તથા બીજા બે ઇસમો સિક્યુરીટી ગાર્ડે ફરિયાદી જયારે વેલકમ હોટલ વોટરરીસોર્ટમા અંદર જવા માટે ઉભેલ હતા અને ત્યા મહીલા તથા પુરુષોની લાઇન એક જ હોય જેથી અંકિત નામના વ્યક્તિએ ત્યા મહીલાને પહેલા રીસોર્ટમા જવા દીધેલ જેથી ફરિયાદી કિશનસિંહ જાડેજા આ સીકયુરીટી ગાર્ડવાળાને કહેલ કે અમો પણ ત્યા લાઇનમા કયારના ઉભા છીએ જેથી તેને હીન્દીમા કહેલ કહેલ કે તુમને કયો ગાલી નીકાલી જેથી તો ફરિયાદી કિશનસિંહે કહેલ કે મેને કોઇ ગાલી નહી દી હે તો આટલામા આરોપી ઉશેકરાઇ જઇ તેને પકડી લીધેલ અને મુઢ માર મારેલ અને એવામાં કિશનસિંહના મિત્ર રાજવીજયસીહ સોઢા વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ મુઢ માર મારી અને અન્ય બે સિક્યુરીટી ગાર્ડે પણ લોખડના પાઇપ વડે ફરિયાદીને માથાના તથા ડોકમા પાછળના ભાગે તથા ડાબા હાથની હથેળીમા લોખડના પાઇપ વતી આ બંને જણાએ ધા કરી એકબીજાની મદદગારી કરી દાદાગીરીનું વરવું પ્રદર્શન કર્યાની ફરિયાદ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.