લુટારા શખ્સોએ ફાયરીંગ કરી લુંટને અંજામ આપ્યો... પણ કલાકોમાં પોલીસના હાથમાં કઈ રીતે આવી ગયા વાંચો 

આરોપીઓ આ ઘરના ધાબે જ લૂંટનો ભાગ પાડી રહ્યા હતા અને...

લુટારા શખ્સોએ ફાયરીંગ કરી લુંટને અંજામ આપ્યો... પણ કલાકોમાં પોલીસના હાથમાં કઈ રીતે આવી ગયા વાંચો 

Mysamachar.in-અમદાવાદ:

કહેવાય છે ને કે ગુન્હેગાર ગમે તેટલા શાતીર હોય પોલીસ તેના સુધી પહોચી જ જાય છે, આવું જ થયું અમદાવાદમાં જ્યાં લુંટારાઓ ને હતું કે અમારા સુધી પોલીસ નહિ પહોચી શકે પણ એક જીપીએસ સીસ્ટમએ પોલીસને ગણતરીની કલાકો કહો કે મિનીટોમાં લુટારાઓ સુધી પહોચાડી દીધા છે, વાત થઇ રહી છે અમદાવાદના ઈન્કમટેક્સ બ્રિજના છેડે આંગડિયા પેઢીના 3 કર્મચારી પર ગોળીબાર કરીને દાગીના-પૈસા મળી 72 લાખની મતા લૂંટ્યા પછી સરદારનગર માયા સિનેમા પાસેની 3 માળની બિલ્ડિંગના ધાબા ઉપર ચારેય લુટારુ ભાગ વહેંચી રહ્યા હતા ત્યારે જ પોલીસ ત્યાં પ્રગટ થઇ અને તમામને ઝડપી પાડ્યા, જાણવા મળતી વિગતો પ્રમાણે થેલામાં જીપીએસ હોવાથી પોલીસ દોઢ કલાકમાં આરોપીઓ સુધી પહોચવામાં સફળ રહી છે.

ડીસાથી આવેલા આંગડિયા કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. ક્રાઈમ બ્રાંચે સરદારનગરમાંથી કિશનસિંગ (હરિયાણા), ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત (મધ્યપ્રદેશ), અમિત ઉર્ફે હેપ્પી (ઉત્તરપ્રદેશ) અને બલરામ ઉર્ફે બલ્લુ (મધ્યપ્રદેશ)ને ઝડપી લીધા હતા. મહેસાણામાં રહેતા આરોપી ગોવિંદના મિત્ર રાજુ ઝાલાએ લુટારુઓને ટીપ આપી હતી. આરોપીઓએ લૂંટ કરવા માટે એક અઠવાડિયા પહેલા સીટીએમ બ્રિજ નીચેથી 2 બાઈકની ચોરી કરી હતી.

લૂંટ પહેલા ચારેય અને સાગરીત ચંદ્રભાણ તોમર શાહપુર લાલા કાકા હોલ પાસે આવ્યા હતા. ત્યાંથી તોમર રિક્ષા લઈને ઉભો રહ્યો હતો. જ્યારે ચારેય લુટારુ ઈન્ટમેક્સ ગયા હતા અને લૂંટ કરીને લાલા કાકા હોલ પાસે આવી બાઇક ત્યાં મુકી રિક્ષામાં સરદારનગર ગયા હતા.લુંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ શાહપુર પાસે ચોરીના બાઇક બિનવારસી મૂકી રિક્ષામાં સરદારનગર જતા રહ્યા હતા. જ્યાં એક મકાનમાં ધાબા પર લૂંટના મુદ્દામાલ સંતાડ્યો હતો. આરોપીઓ આ ઘરના ધાબે જ લૂંટનો ભાગ પાડી રહ્યા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી અને આરોપીઓને ઝડપી લીધા હતા.