Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામોમાં વર્તમાન સ્થિતિને લઈને વિલંબ થયા બાદ તાજેતરમા જ ધોરણ 10 નું પરિણામ જાહેર થયા બાદ આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર, સવારે 8 વાગ્યે ઓનલાઇન વેબસાઈટ પર મુકવામાં આવશે પરિણામ જે www.gseb.org પર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ મેળવી શકશે.