કડક માસ્ટર ક્લાસ તો નહી લે ને.? જામનગરમાં પ્રધાનમંત્રીનું 1 કલાક જેટલું સર્કીટ હાઉસમાં રોકાણ મહત્વનું કારણ કે..

ચુંટણી પહેલા વિગ્રહ અને દુરાગ્રહ ડામવા ટોપ કક્ષાએથી કવાયત

કડક માસ્ટર ક્લાસ તો નહી લે ને.? જામનગરમાં પ્રધાનમંત્રીનું 1 કલાક જેટલું સર્કીટ હાઉસમાં રોકાણ મહત્વનું કારણ કે..
file image

My samachar.in:-જામનગર

ગુજરાતમા ત્રણ દિવસનુ જામનગરમા ટોટલ ત્રણેક કલાકનુ રોકાણ અને સમારંભના નેજા હેઠળ જરૂરી વિસ્તારમા ખાસ આયોજનએ વડાપ્રધાનના આ વખતના પ્રવાસને સુચક બનાવ્યો છે માટે જ હાલારમા આ કડક માસ્ટર ક્લાસ તો નહી લે ને.? ક્યાક વિગ્રહ દુરાગ્રહ છોડવા કડકાઈથી કઇ નહી કે ને મારા ધ્યાનમા જ છે તેવુ નહી કે ને નહિતર વાંચ્છુક સહિત બધા શીયા વિયા થશે ખાસ તો ગુજરાતમા આ વખતે મોદી કોની સામે જુએ છે સ્ટેજ પર કોણ કોણ બેસશે કોની કોની સ્પીચ હશે પોતાના ભાષણ મા કોના-કોના નામ કે વખાણ ભાઇ ભુપેન્દ્રજી સિવાયના કેમકે પટેલની પ્રશંશા ફીક્સ છે......વગેરેનુ ઓબઝર્વેશન કરવા જેવુ હશે તેમજ કોને ધીમા સ્વરે કોને સહજતાથી એમ કહે કે "તૈયારી કરવા માંડો" વગેરે જાણવા મળે તો રસપ્રદ બનશે માટે એકંદર આ બધા શીલાન્યાસ ખાતમહુર્ત એ ચુંટણી 2022નુ ભુમિપુજન છે અને કાર્યકર્તાઓની જુથબંધી તેમજ નિષ્ક્રીયતા બંનેને ઢંઢોળવાનો પ્રવાસ હોવાનુ આ સમગ્ર સમીક્ષા સાથે માત્ર રાજકીય સમીક્ષકો જ નહી ભાજપના શહેર અને જિલ્લાના અમુક લોકો જે વડાપ્રધાનના સંપર્કમા છે તેઓ કહે છે..

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે આવી રહ્યા છે, ખુબ કોઠાસૂઝ ધરાવતા વડાપ્રધાન ગુજરાતની એક-એક બાબતોથી હંમેશા અવગત હોય છે, અને રાજકીય બિનરાજકીય રીતે ક્યાં શું ચાલતું હોય છે તેના આઈબી કરતા વધુ ઇનપુટસ મોદી પાસે સીધા જ હોય છે, આ વર્ષ ગુજરાત વિધાનસભાની ચુંટણીનું વર્ષ છે, હાલારની 7 બેઠકો છે.જેમાં જામનગર જીલ્લાની 5 અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની 2 બેઠક છે..

પક્ષના આંતરિક સુત્રો કહે છે કે કઈ બેઠક પર કોને ટીકીટ આપવી કોણ લડી લેવા સક્ષમ તે ચુંટણી વહેલી આવે કે મોડી આવે પણ પ્રધાનમંત્રીના સમીકરણમાં અત્યારથી જ હોય છે, ત્યારે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી કાલે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કર્યા બાદ એક કલાક જેટલો સમય તેવો જામનગર સર્કીટ હાઉસ ખાતે પસાર કરશે, આ સમય દરમિયાન તેવો જીલ્લાના તમામ ઉચ્ચ હોદેદારો પદાધિકારીઓ સાથે વાર્તાલાપ કરી શકે છે.આ દરમીયાન પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર હશે અને આગામી ચુંટણી સંદર્ભે શું.? તે મુદ્દાઓ સહિતના હાલારના અન્ય મુદ્દાઓ પર પણ ટૂંકી પણ મહત્વની ચર્ચાઓ કરી શકે છે.આ ચર્ચાઓમાંથી શું નીકળશે અને કોને શું સમજવાનું સમજાવવાનું તે બધું જ આ કલાકમાં થઇ જશે તેમ આંતરિક સુત્રો કહે છે.