ગળેફાંસો કઇ રીતે ખવાઈ તે બતાવતી હતી મોટી બહેન.... પણ વાસણ ખસી ગયું અને...

ચેતવણી સમાન કિસ્સો

ગળેફાંસો કઇ રીતે ખવાઈ તે બતાવતી હતી મોટી બહેન.... પણ વાસણ ખસી ગયું અને...
symbolic image

Mysamachar.in-રાજકોટ

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આપણી આસપાસ ગળેફાંસો ખાઇને આપઘાત કરવાનાં અનેક બનાવો બનતા હોય છે. પરંતુ રાજકોટમાં સામે આવેલા આં ઘટનાએ ચકચાર સાથે ચેતવણી પણ આપી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના રણછોડનગર, મધુરમ હોસ્પિટલ પાસે આવેલા ગોલ્ડકોઇન એપાર્ટમેન્ટ નામના બિલ્ડિંગમાં બાળકીએ ફાંસો ખાઇને આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. માતાપિતાને આ વાતની જાણ થતા તેમણે 108ને જાણ કરી હતી. જોકે, 108ની તપાસમાં તરુણીનું મોત નીપજ્યાનું જાહેર કરી તેમણે પોલીસમાં જાણ કરી હતી. જેથી સિટી બી ડિવિઝન પોલીસમથકને બનાવની જાણ કરતા તેમની ટીમ તાત્કાલિક આવી ગઇ હતી.

એપાર્ટમેન્ટના ચોકીદારની રૂમ પાસે તરુણીનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેથી પોલીસે બાળકીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પૂછપરછમાં મોતને ભેટેલી બાળકી 11 વર્ષીય સમીક્ષા લોહારના પિતા નરેશસિંઘની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા. તેઓ મૂળ નેપાળના વતની છે. એક વર્ષ પહેલા પત્ની, ત્રણ પુત્રી સાથે રાજકોટ આવ્યો હતો. આ એપાર્ટમેન્ટમાં જ એક રૂમમાં રહીને ચોકીદારી કરે છે. પોતે અને પત્ની બંને બહાર હોય તેવા સમયે આ ઘટના બની હતી.

તેમની સૌથી મોટી પુત્રી સમીક્ષા અને તેનાથી નાની બે બહેનો ઘરે એકલી હતી. તે સમયે ત્રણેવ વચ્ચે મરવાની વાતો થઇ રહી હતી. ત્યારે સમીક્ષા પોતાની બહેનો સામે ગળેફાંસો કઇ રીતે ખવાઇ તે બતાવતી હતી. સમીક્ષાએ એક સળિયામાં ચૂંદડી બાંધી હતી. ત્યાર બાદ જમીન પર એક વાસણ મૂકીને તેના પર ઊભી રહી હતી. તે બાદ સમીક્ષા ચૂંદડીનો બીજો છેડો ગળામાં બાંધ્યો હતો. તેવા સમયે નીચે રાખેલું વાસણ ખસી જતા સમીક્ષાને સાચે જ ફાંસો લાગી ગઇ હતી તેણી નું મોત થયુ હતું. શંકાસ્પદ લાગતા આ કેસમાં મૃતકનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.