સૌની યોજનાથી હરિયાળી થશે પણ ક્યારે?

ત્રણ ચુંટણી તો જીતી લીધી

સૌની યોજનાથી હરિયાળી થશે પણ ક્યારે?

Mysamachar.in-જામનગર:

સૌની યોજનાથી સૌરાષ્ટ્રમા હરિયાળી છવાશે પણ ક્યારે ? તે સવાલ છે કેમ કે આ યોજનાની ૨૦૧૨ મા વિધાનસભા ચુંટણી પહેલા જાહેરાત થઇ હતી, બાદમા કામ ગોકળગતીએ શરૂ થયુ અને વારંવાર અટકી પણ જાય છે, એટલુ જ નહી છેક સુધીનુ કામ આ વર્ષના પ્રારંભમા પુરુ કરવાના બણગા ફુંકાયા હતા તેમ જણાવી સમીક્ષકો જણાવે છે કે સૌનીના આધારે શાસકપક્ષે ૨૦૧૨ અને ૧૭ ની વિધાનસભા અને આ વિસ્તારો હેઠળની  લોકસભા બેઠકો પણ જીતી લીધી છે,


બીજી તરફ આ યોજના અંગે જાહેર થયા મુજબ નર્મદાનાં પુરના વધારાના પાણી પૈકી એક મીલીયન એકર ફીટ પાણી(૪૩૫૬૦ મીલીયન ઘન ફૂટ) સૌરાષ્ટ્ર  વિસ્તારને સરકાર દ્વારા ફાળવણી થયેલ છે, નર્મદા નદીના પુરના પાણીનો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સિચાઈ તથા ભુગર્ભ જળ રીચાર્જના અભ્યાસ બાદ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોને આવરી લેતી ચાર લીંક કેનાલો પાઇપ નહેરો તરીકે આયોજના થયેલા છે જેમાં 
 

લીંક-૧.---- મચ્છુ-૨ બંધથી સાની બંધ સુધી(૧૮૦ કિ.મી.)
લીંક-૨.---- લીંબડી ભોગાવો-૨ બંધથી રાયડી બંધ સુધી (૨૫૩ કિ.મી.) લીંક-૩.---- ધોળીધજા બંધ થી વેણુ-૧ બંધ સુધી(૨૪૫ કિ.મી.) અને
લીંક-૪.---- લીંબડી ભોગાવો-૨ બંધથી હીરણ-૨ બંધ સુધી(૪૪૮ કિ.મી.)નો સમાવેશ થાય છે

-પાંચ વર્ષે પણ ૧૦૦% કામગીરી ન થઇ..

સૌની યોજના(સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના) હેઠળ આ ચારેય લીંક પાઇપ લાઇનની કુલ ૧૧૨૬ કિ.મી. લંબાઈમાં સર્વેક્ષણ/આલેખન/અંદાજોને રૂ. ૧૦૮૬૧ કરોડની વહીવટી મંજૂરી મળેલ છે. પ્રથમ તબક્કા રૂપે દરેક લીંક પાઇપ લાઇનના ત્રણ-ત્રણ, એમ કુલ ૧૨ પેકેજોના ૨૩૦ કિ.મી. લંબાઈના રૂ.૬૭૬૧ કરોડના ટેન્ડરો આખરી કરી કામો માર્ચ-૨૦૧૪ થી શરૂ થયેલ છે. આ સમગ્ર યોજનાના ચારેય લીંકના પ્રથમ તબક્કાના કામો કુલ રૂ. ૨૩૦ કિ.મી. લંબાઈમાથી ૨૨૦ કિ.મી. લંબાઈમાં પાઇપ લાઇનના કામો પૂર્ણ થયેલ છે. જે સંપુર્ણ મા પાંચ વર્ષે પણ થોડુ ઘટે છે


-આયોજન મુજબ તમામ ડેમ ભરાયા નહી, હા તળીયા વારંવાર ભીના થયા

પ્રથમ તબક્કાના ચાર લીંક યોજનાના કામોથી  જામનગર જીલ્લાના આજી-૪, ઉંડ-૨ એમ કુલ ત્રણ ડેમો મોરબી જીલ્લાના મચ્છુ-૧, મચ્છુ-૨, મચ્છુ-૩, ડેમી-૨, ડેમી-૩ અને બંગાવડી એમ કુલ છ ડેમો. રાજકોટ જીલ્લાના આજી-૩, ખોડાપીપર અને આંકડીયા એમ કુલ ત્રણ ડેમો સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો-૧ ડેમ(નાયકા), વઢવાણ ભોગાવો-૨ ડેમ (ધોળીધજા), લીંબડી ભોગાવો-૧ ડેમ(વડોદ) એમ કુલ ૩ ડેમો અને   બોટાદ જીલ્લાના ભીમડાદ  ડેમ એમ કુલ ૧૬ જળાશયો પાણીથી ભરવા આયોજન હતુ જે મુજબના જળાશયો હજુ ભરાયા નથી


-કુલ ૧૧૫ ડેમ ભરવાના છે પરંતુ ક્યારે.?

સૌની યોજનાની સમગ્ર કામગીરી પૂર્ણ થયે ઉપરોક્ત લીંક પાઇપ લાઇન દ્વારા રાજકોટ જીલ્લાના-૨૪, મોરબી જીલ્લાના-૬, ગીર સોમનાથ જીલ્લાના-૧, બોટાદ જીલ્લાના-૩, જામનગર જીલ્લાના-૨૪, જુનાગઢ જીલ્લાના-૧૩, પોરબંદર જીલ્લાના-૪, ભાવનગર જિલ્લાના-૧૧, અમરેલી જીલ્લાના-૧૨, દેવભૂમિ દ્વારકા જીલ્લાના-૧૧, સુરેન્દ્રનગર જીલ્લાના- ૬ મળીને- કુલ ૧૧૫ જળાશયો ભરવા આયોજન છે. પરંતુ ક્યારે તે સો મણ નો સવાલ છે?

-જળ સમસ્યાના અંતનો દાવો..

સરકારનો દાવો છે કે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં અવાર નવાર સર્જાતી જળ સમસ્યાનો અંત સૌની થી આવશે અને આશરે  ૧૦,૨૨,૫૮૯ એકર જમીનોને સિચાઈની હયાત સુવિધા સૂદ્રઢ થશે.    

-મચ્છુ-૨ થી  સાની સુધીની લીંકથી ભરાશે હાલારના જળાશયો

સુરેન્દ્રનગરના ધોળીધજાથી મોરબી સુધી, મોરબી શાખા નહેર દ્વારા અને ત્યાથી ૧૭૨ કિ.મી. લંબાઈની લીંક એક હજાર ક્યુસેક્સની વહન ક્ષમતા ધરાવતી લીંક દ્વારા રાજકોટ જિલ્લાના ૭, જામનગર જીલ્લાના ૨૫ મળી કુલ ૩૨ જળાશયોમાં પાણી પહોચાડવામાં આવશે. જે દ્વારા આશરે ૨,૦૨,૧૦૦ એકર વિસ્તારમાં સિચાઈનો લાભ મળશે. આ લીંક દ્વારા કુલ ૨૬૫ મી. ઘન મી./૯૩૦૦ એમ.સી.એફ.ટી./૦.૨૨૫ મી. એ. ફીટ પાણી લઈ જવાનું આયોજન છે. આ લીંક પાછળ અંદાજે રૂપિયા ૧૧૪૦ કરોડનો ખર્ચ થનાર છે.