Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના લાલપુરના સણોસરા ગામે ફરીયાદી ક્રિષ્નદેવસિંહ દશરથસિંહ જાડેજા કૈલાસ ઇન્ફાસ્ટ્રકચર કંપનીમા સાઇડ ઇન્ચાર્જ તરીક નોકરી કરતા હોય અને તેનુ કામ સણોસરી-સણોસરા ગામની વચ્ચે આવેલ નર્મદાના પાણીના ટાંકા પાસે ચાલુ હોય ત્યા રોડ રસ્તો બનાવતા હોય તે દરમ્યાન આરોપીઓ સરપંચ બાબુભાઇ બચુભાઇ ખવા, રામાભાઇ રાજાભાઇ ગાગીયા, ગોકુલ રાણાભાઇ ગાગલીયા, સંજયભાઇ ગાગલીયા, ડાડુભાઇ ગાગલીયા, નરેશભાઇ વિકમભાઇ ગાગલીયા તથા બીજા સણોસરી ગામના અજણ્યા પાંચ થી છ અજાણ્યા માણસો રહે બધા સણોસરી ગામ તા.લાલપુર જી.જામનગર એકસંપ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ફરીયાદીનુ કામ બંધ કરાવી ભુંડી ગાળો આપી કામ કરસો તો ટાટીયા ભાંગીના નાખવાની ધમકી આપી અને ફરિયાદી સાથે રહેલ અન્ય વ્યક્તિને આરોપી નરેશ ગાગલીયા એ ગાલ ઉપર ફડાકો માર્યા સબબની ફરિયાદ નોધાતા લાલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.