શખ્સ ઘરે એકાંતમાં બેસી અને 50, 100, 200, 500, 2000 ની નકલી નોટો છાપતો હતો

આવી કેટલીય નોટ છાપીને બજારમાં ફરતી પણ કરી દીધી

શખ્સ ઘરે એકાંતમાં બેસી અને 50, 100, 200, 500, 2000 ની નકલી નોટો છાપતો હતો

Mysamachar.in-આણંદ

દેશના અર્થતંત્રને કેટલાક દેશ વિરોધી માનસ ધરાવતા વ્યક્તીઓ ભારતીય બનાવટી નકલી ચલણી નોટો મોટા પ્રમાણમાં આપી તે નોટોને વ્યવહારોમાં ફેલાવવા માટે ઉપયોગ કરતા હોય છે. આવા સંજોગોને પોહચી વળવા આણંદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરનું લાલ અને સિલ્વર પટ્ટા વાળુ હિરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ મો.સા. નંબર GJ-23-BQ-7127 ઉપર એક ઈસમ ભારતીય ચલણની જુદા જુદા દરની ઘણી બધી બનાવટી નોટો લઈ આણંદ શહેર વિસ્તારમાં વટાવવા સારુ આવી રહેલ છે.અને તેઓ પોતાના કબ્જાની મો.સા. લઈ ચીખોદરા ચોકડી તરફથી આવી ગણેશ ચોકડી થઈ ગુરુદ્વારા સર્કલ થઈ આણંદ ગંજ બજાર તરફ જનાર છે.

જે બાતમી હકીકત આધારે બાઈકચાલકને  રોકી નામ ઠામ પુછતા જીગ્નેશકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ ઉ.વ. 46 રહે, ઓડ ગામ સરદાર ચોક, ગાયત્રી મંદીર પાસે તા.જી.આણંદનો હોવાનું જણાવેલ અને તેની અંગ જડતી તપાસ કરતા તેના કબજામાંથી કેટલીક નકલી ભારતીય ચલણી નોટો મળી આવતા આ બાબતે પુછપરછ કરતા આ નોટો પોતાના રહેણાંક મકાને કલર પ્રિન્ટર મારફતે છાપેલ હોવાનું જણાવતા તે ઈસમને સાથે રાખી તેઓના રહેણાંક મકાને જઈ તપાસ કરતા અન્ય ઘણી નકલી ભારતીય બનાવટી નોટો તેમજ નોટો બનાવવાના સાધનો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી કબજે  કરેલ છે.

રૂ.50/- તથા રૂ.100/- તથા રૂ.200/- તથા રૂ.500/-તથા રૂ.2000/- ના દરની કુલ નોટો નંગ-228 જેની ભારતીય ચલણ મુજબની કિ.રૂ. 1,28,250/- જેની કિ.રૂ.00/00 તથા મો.સા. કિ.રૂ.25,000/- તથા કલર પ્રિન્ટર કિ.રૂ. 8,000/- તથા ભારતીય ચલણના 500 તથા 2,000 ના દરની છપાયેલ A4 સાઈઝના કાગળો તથા કટર તથા કાતર તથા લીલા કલરની મળી કુલ કિ.રૂ. 33,000/- પોતાના ઘરમાં આવેલ એકાંત રૂમમાં તેની પાસેના કલર પિન્ટર મારફતે ભારતીય ચલણની નકલી નોટો છાપી બજારમાં ભીડ-ભાડ વાળી દુકાનમાં તથા સાંજના સમયે જે દુકાનના કાઉન્ટર ઉપર સીનીયર સીટીઝન બેઠેલ તેવી દુકાનમાં જઈ આ ભારતીય ચલણની નકલી નોટો દુકાનમાંથી કઈક વસ્તુ ખરીદી કરી નકલી નોટો બજારમાં ચલાવતો હતો. આજદિન સુધી આવી નકલી નોટો રૂ. 60,000/- થી રૂ. 70,000/- સુધી ની રકમની બજારમાં ચલાવ્યાની કબુલાત કરેલ છે.