અનેક વિકાસકામોથી વોર્ડ નંબર 7ની પ્રજા ખુશ અહી કમળ સોળે કળાએ ખીલશે

કરોડોના ખર્ચે લોકોની સુવિધાના કામ કરનાર ભાજપના ઉમેદવારો  પાસે છે વિકાસકામોનુ ભાથુ

અનેક વિકાસકામોથી વોર્ડ નંબર 7ની પ્રજા ખુશ અહી કમળ સોળે કળાએ ખીલશે

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલીકાની ચુંટણીમા વોર્ડ નંબર 7 મા કમળજ સોળે કળાએ ખીલશે તેમ સર્વેમા જાણવા મળ્યુ છે કેમકે ભાજપના ઉમેદવારો પાસે છે વિકાસ કામોનુ ભાથુ માટે અહી ભાજપની પેનલ વીન જ ગણાય છે, જામનગર શહેરનો વોર્ડ નંબર 7 એટલે વિકાસકામોથી ભરપુર વિસ્તાર આ વિસ્તારમાં ભાજપના સક્રિય કોર્પોરેટરોની સક્રિયતાને કારણે વિકાસના કરોડોના કામો આ વિસ્તારમાં થયા છે અને હજુ પણ ચાલુ છે અને ચાલુ રહેશે, એવામાં જયારે મનપાની ચુંટણી આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં ભાજપે એવા ઉમેદવારોની પસંદગી કરી છે જેને હૈયે લોકોનું હિત છે લોકોનું કામ કરવું છે, એક ઉમેદવાર ગોપાલ સોરઠીયા તો એવા છે કે જે હાલ પથારીવશ છે છતાં પણ પોતાની ઉમેદવારી નોંધાવી અને હવે પેનલ સહીત જીત મેળવીને આ વિસ્તારમાં ઘણું કરવા માંગે છે તેમજ આ વિસ્તારના કામો માટે લોકોના પ્રશ્નો માટે પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન તેમજ હાલના શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુની લાંબા સમયથી ખુબ મહેનત છે તે પણ ભાજપની પેનલને જીતાડવા ખુબ ઉપયોગી બની રહેશે.

વોર્ડ નંબર 7 ના વિસ્તારમાં અરવિંદભાઇ વલ્લભભાઇ સભાયા, ગોપાલભાઇ ગોરધનભાઇ સોરઠિયા, પ્રભાબેન કિશોરભાઇ ગોરેચા અને લાભુબેન કાનાભાઇ બંધીયાની ટીમ વોર્ડના ભાજપના આગેવાનો કાર્યકરો સાથે જયારે લોકસંપર્કોમાં નીકળ્યા ત્યારે એક અભૂતપૂર્વ પરિવારના સભ્યો જાણે આંગણે આવ્યા હોય તેવો આવકાર ચારેય ભાજપના ઉમેદવારોને મળી રહ્યો છે, જેના પરથી કોંગ્રેસ અને સાથેના અપક્ષ સહીત નવાણીયા ઉમેદવારોની ડીપોજીટ ડુલ થઇ જાય તેવા સંજોગો પણ જાણકારો વાતચીતમાં જાણવા મળે છે કેમકે લોકોને સુવિધા જોઇએ છે તે ભાજપએ આપી છે હજુ આપશે માટે આ વિકાસના પાયા પર જ ભાજપની પેનલ જીતશે તે નક્કી છે.

-વિસ્તારના પૂર્વ કોર્પોરેટર મેરામણભાઈ ભાટુએ વાતચીતમાં કહ્યું કે...

આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને હાલ શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઈ ભાટુ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેવો કહે છે કે વોર્ડ નંબર 7 માં જેટલા સારા અને સમૃદ્ધ પરિવારો વસવાટ કરે છે, તેટલા જ શ્રમજીવી પરિવારો પણ વસવાટ કરે છે, આ દરેક સમાજના અને દરેક વિસ્તારના પાછલા 15 વર્ષમાં પ્રજાકીય કામો અમે કર્યાનો મને વિશેષ સંતોષ છે, વિશેષમાં દર શુક્રવારે વિસ્તારમાં આવેલ મારા કાર્યાલય ખાતે લોક દરબારનું આયોજન કરું છું અને લોકોના પ્રશ્નો અને વિસ્તારને લગતી ફરિયાદો સાંભળ્યા બાદ તેના જરૂરી નિકાલ માટેના તમામ પ્રયાસો મેં મારા લેવલેથી કર્યા છે અને મોટાભાગના રજૂઆતકર્તાઓને પણ તેનાથી સંતોષ થયો છે તેમ મારું માનવું છે.

-ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનશે

સમપર્ણ સર્કલથી વિજયનગર સુધીનો ઓવરબ્રીજ બને તે માટેની કાર્યવાહી હાલ પ્રોસેસમાં હોવાનું જાણવા મળે છે, ઉપરાંત નાઘેડી ગામથી સીતારામ નગર તરફ આવતો રસ્તો રેલ્વે અન્ડરબ્રીજની કાર્યવાહી પણ પ્રોસેસમાં હોવાનું જાણવા મળે છે.

-પાણી નિયમીત મળતુ થયુ

થોડા વર્ષો પૂર્વે આ વિસ્તારમાં પાણીની અનિયમિતતા વિશેની ખુબ ફરિયાદો હતી પણ વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને હાલના ઉમેદવારો દ્વારા યોગ્ય કક્ષાએ રજૂઆત કરી અને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવામાં આવ્યું છે અને પરિણામે હવે આ વિસ્તારમાં પાણીનું યોગ્ય આયોજન થયું છે અને લોકોને હાલાકી ભોગવ્યા સિવાય યોગ્ય અને સમયસર પુરતું પાણી મળી રહે છે.

-નવા ભળેલા વિસ્તારોમા રોડ સહિતની સુવિધા થઇ

વોર્ડ નંબર 7 માં ભળેલા નવા વિસ્તારના લોકોને અન્યાય ના થાય અને તે વિસ્તારના લોકોને પણ મનામાં ભળ્યા હોય તેવો અહેસાસ થાય તે માટે તમામ પાયાની જરૂરિયાતોના કામો જેવા કે સીસી બ્લોક, સીસી રોડ, LED લાઈટો, સહિતની સુવિધાઓ મારવાડી વાસ, ગઢવી પાળો અને ખાણ વિસ્તારમાં કરવામાં આવી છે, તો નવા ભળેલા વિસ્તારના લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે આશિર્વાદ રિસોર્ટ નજીક એક નવા ESR અને આખા વિસ્તારને જોડતી પાણીનીપાઈલલાઈન નું કામ અંદાજે 10 કરોડના ખર્ચે પ્રગતિમાં છે.

-આ વિસ્તારમા સતત કાર્યરત આગેવાનો

વોર્ડ નંબર 7 ના વિસ્તારોમાં નરભેરામભાઈ ડાકા, હેમંતભાઈ પાંભર, મનસુખભાઈ મહેતા, રાજુભાઈ દેત્રોજા, રમેશભાઈ કંસારા, સંજયભાઈ મુંગરા, મુન્નાભાઈ ડેર, ચીંતનભાઈ ચોવટીયા, ભાવેશભાઈ ડુંમર, મહેશભાઈ વિરાણી, દિવ્યેશભાઈ વાળા, અનિલભાઈ સભાયા, જેન્તીભાઈ સભાયા, રમણીકભાઈ સંધાણી, જેઠાભાઈ પોસતરીયા, ધરમભાઇ, કિશોરભાઈ નોરેચા, અનીલભાઈ મકવાણા, મંજુલાબેન હિરપરા, લીલાવતીબેન કંસારા, વલ્લભભાઇ સોરાડીયા, રમેશભાઈ કંસારા, અને મેરામણભાઈ રાવલીયા સહિતના આગેવાનો ખુબ સક્રિય છે અને લોકોની વચ્ચે રહે છે તો બીજી તરફ ભાજપની પેનલને જંગી વિજય આ આગેવાની મહેનતથી ચોક્કસ મળશે.