Mysamachar.in-જામનગર:
આજના સમયમાં કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા કે કોઈ લાલચમાં આવતા પૂર્વે દસવખત વિચારવું જોઈએ નહિતર ભેજાબાજ શખ્સો આવા મોકાની રાહ જોઈ અને કોઈને કોઈ ને બુચ મારવા તૈયાર જ બેઠા હોય છે, જામનગરમાં પણ કેટલાય લોકો લાલચમાં આવ્યા અને તેના પર સ્કીમ થઇ જતા અલગ અલગ લોકોએ અલગ અલગ રકમ મળીને કુલ 11 કરોડ ગુમાવ્યાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે જેના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.
સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ પ્રમાણે જામનગરમાં વસવાટ કરતા મયુર શાંતિલાલ સંઘવીએ રાજકોટના પ્રદીપ ખોડાભાઈ ડાવેરા નામના શખ્સ અને તેની સાથેના અન્ય શખ્સોએ સાથે મળી વર્ષ 2020માં સમય ટ્રેડીંગ નામે પેઢી ખોલી હતી. આ પેઢીમાં રોકાણ સામે આકર્ષક વ્યાજ અને અન્ય લાભો અંગેની લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં આરોપીઓએ પૂર્વયોજીત કાવતરૂ રચી સમય ટ્રેડીંગ રાજકોટના નામની બોગસ ભાગીદારી પેઢી બનાવી તેમાં પોતાનુ માર્કેટમાં સારું એવુ નેટવર્ક હોય તેવું જણાવી રોકાણકારોને સારુ રીટર્ન જેમા મહીને મીનીમમ 1 લાખ રૂપીયે પાંચ હજાર જેટલું ચોક્કસ રીટર્ન આપવાની ખાત્રી અને વિશ્વાસ આપી રોકાણકારોને કરેલ રોકાણ અંગેનું સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આપ્યા હતા,
તેમજ તેટલી રકમના સમય ટ્રેડીંગના ચેકો લખી આપી રોકાણ કરાતા લોકોને વિશ્વાસ આપી તેમજ પૈસા રોકવાની બોગસ સ્કીમો ચલાવી બીજા રોકાણકારોને નાણા રોકવા માટે પરવા સારૂં રોકાણ કરેલ રોકાણકારોને આકર્ષક સ્કીમો આપી પ્રસિધ્ધી કરતા જેમાં ફરીયાદીએ પોતાના તથા પોતાના મિત્ર તથા પરીચોતોની રકમ મળીને કુલ રૂ-10,48,00,000/- તથા બીજા મળીને અંદાજીત અગીયારેક કરોડ જેટલી રકમનુ રોકાણ કરતા જે રોલ રકમ કે તેનું રીટર્ન પરત ન આપી આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી ઓળવી જઇ ફરી તથા રોકાણ કરેલ રોકાણકારો સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કર્યા સબબ વિવિધ કલમો જેવી કે ગુન્હો IPC કલમ-120(બી),406, 420, 114 તથા ધ પ્રાઇઝ ચીટસ એન્ડ મની સર્કયુલેશન એકટ કલમ-3,4,5 તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટ એકટ ની કલમ 3-4 હેઠળ ગુન્હો નોંધાયો છે.