Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજથી શિયાળાનુ આગમન આગમન થયાનો વહેલી સવારે લોકોએ અહેસાસ કર્યો, જો કે મંગળવારે પણ જામનગરનું લઘુતમ તાપમાન સાડા ત્રણ ડીગ્રી નીચે સરકી 18 ડીગ્રીએ પહોચી જતા રાતભર વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, જો કે મોડીરાત અને વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી બાદ બપોરે ઉકળાટ અને બફારાનો લોકો અનુભવ કરે છે, રાત્રે વાતાવરણમાં ઠંડક તો બપોરે આંશિક ગરમી સાથે ઉકળાટના સકંજામાં જનજીવન સપડાયુ છે.
જોકે,જામનગરમાં અચાનક શિયાળાએ પગરવ કરતા મંગળવારે લઘુતમ તાપમાનમાં સાડા ત્રણ ડીગ્રીનો કડાકો થયો હતો અને પારો 18 ડીગ્રીએ પહોચી જતા રાતભર વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ. આજે પણ વહેલી સવારે કામધંધા સાથે સકંળાયેલા અને અવર જવર કરતા લોકોએ ઠંડીના ચમકારાનો અહેસાસ કર્યો હતો. આમ ચોમાસાને બાય બાય અને શીયાળાને વેલકમ કરવા માટે હાલારીઓએ તૈયાર થઇ જવું પડશે.