“ભગવાન મેં આ રહા હું” કહીને દર્દીની સિવિલના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી

અહી બની છે આ ઘટના

“ભગવાન મેં આ રહા હું” કહીને દર્દીની સિવિલના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી
symbolic image

Mysamachar.in-સુરત:

‘ભગવાન મેં તુમ્હારે પાસ આ રહા હું’ કહી સુરત સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી કુદકો મારી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે, મળતી માહિતી પ્રમાણે ડીંડોલીમાં પ્રિયાનગરમાં રહેતા 55 વર્ષિય અખિલેશ નવલકિશોર સિંગ થોડા દિવસો પહેલા ઘરમાં પડતા માથે ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન માનસિક અસ્વસ્થ હોય તેવું વર્તન કરવા માંડ્યા હતા.વોર્ડ અને પેસેજમાં એકલો ફર્યા કરતો હતો અને બબડતો રહેતો હતો.ગુરૂવારે મોડી રાત્રે જી-૩ વોર્ડમાં દાખલ અખિલેશ ‘ભગવાન મેં તુમ્હારે પાસ આ રહા હું’ એમ બોલતા બોલતા વોર્ડમાં બહાર જઈ ત્રીજા માળેથી કુદી ગયો હતો. અખિલેશ મેટલની ફેક્ટરીમાં સુપરવાઈઝર હતો.સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.