"ચુંટણી ક્યારે.? "વાયા વિરમગામ" સમીકરણો જોતા ગુજરાતભરમાં એક જ સવાલ

સતાધારી પક્ષના ઘણાયને ગડમથલ મને "ચાન્સ" મળશે કે કેમ? ની વચ્ચે થશે ચિત્ર " આ દિવસે" થશે દીવા જેવુ..!

"ચુંટણી ક્યારે.? "વાયા વિરમગામ" સમીકરણો જોતા ગુજરાતભરમાં એક જ સવાલ
symbolic image

Mysamachar.in-ગુજરાત:

સતા મળવી તે આનંદદાયક હોય છે  અને સતા હોય ને છીનવાય નહી પણ ટકી રહે તે તો આહલાદક આનંદ હોય ને.? તેવુ જ કઇક  ગુજરાતભરમા સતાધારી પાર્ટીના કેન્દ્ર સ્થાને ચાલી રહ્યુ છે જે અંગે ઠેર-ઠેર એક જ સવાલ છે કે રાજ્યમા વિધાનસભાની ટર્મ પુરી થયા પહેલા જ ચુંટણી આવી જશે કે શું.? કોઇ સતાવાર સમર્થન આ મુદાને ન હોવા છતા વ્યાપક ચર્ચા કઈક સહેતુ જ ચોતરફ હોય શકે અને રાજનિતી કહે છે કે તમામ વર્ગને સ્પર્શતી બાબતો સમયે જ જાહેર કરવી હિતાવહ છે, ફરીથી આ મુદાની છણાવટ કરીએ તો ગુજરાતમા જે ટર્મ ડીસેમ્બરમા પુરી થાય છે તે વિધાનસભાની "ચુંટણી ક્યારે.? યોજાશે?તેમાય હાલ "વાયા વિરમગામ" સમીકરણો જોતા ગુજરાતભરમાં આ એક જ સવાલ એ જોર પકડ્યુ છે અને માન્યતા કહો તો એ માન્યતા એ જોર પકડ્યુ છે,

ખાસ કરીને નવી દિલ્હીમા ખુદ સુપ્રિમોએ ચુંટાયેલાઓના તેમજ વ્યક્તિગત મોટા માથાઓના સંગઠનના કેટેગરી વાઇઝના હોદેદારો વગેરે ગૃપવાઇઝ ક્લાસ લેવા પડે છે, સાથે-સાથે કઇક દિલ્હી કઇક યુપી કઇક રાજસ્થાન કઇક મહારાષ્ટ્ર આવા અનેક સ્થળેથી સતાધારી અને વિપક્ષ બંનેના ચોકઠાઓ ગોઠવાય તે વાયા વિરમગામ નહી તો શુ કહેવાય.? પ્રથમ વખત ગુજરાતની ચુંટણી વ્યાપક રીતે નવી દિલ્હીથી જ સંપુર્ણ પણે લડાવાની હોઇ કોઇ અટકળ સિવાય કહિ શકતુ નથી કે આ વખતે વિધાનસભા ચુંટણી વહેલી છે કે સમયસર? (નેતાઓના નિવેદન સકારણ ઉલટા સુલટા હોય તેનો આધાર ન લઇએ પણ જે દિશામા ખાનગી અને જાહેર મીટીંગો ચર્ચાઓ સંમેલનો સુચનાઓ ટારગેટસ વગેરે થતા હોય તે બધુ ભેગુ કરીએ તો આ હાલની ગુજરાતની સ્થિતિમા ડીસેમ્બર સુધીમા ગુજરાત સરકારની છબી વધુ ઉજળી કરી શકાય તેમ નથી)

કેમકે આ વખતે સતાધારી પક્ષને વિપક્ષ કરતા આંતરીક કુનેહભરી જે નિષ્ક્રીયતા જે દેખાસે તેનો સામનો કરવો પડે તેમ છે અને આ પીડા સમય જતા વધતી જશે જે સર્વે ઉપર પહોંચી ગયો છે માટે ચહલ પહલ વધી છે જોકે સતાધારીને સતા તો સો ટકા કદાચ મળી ગઇ સમજો પરંતુ બેઠકો કેટલી વધશે? એ મુંઝવણ વધુ છે...! બીજી તરફ વિપક્ષની તૈયારી આ વખતે ખુબ જ મક્કમ ગતિએ આગળ ધપી શકે છે તે પછી કોઇ સામાજીક સમીકરણના સ્વરૂપમા હોય કે બુદ્વીધનને હાયર કરી સાવ નવી સ્ટ્રેટેજી સાથેની હોય પરંતુ પ્રથમ વખત ફીક્સ નેતાની આગેવાનીમા ચુંટણી લડવાની દિશામા વિપક્ષ માત્ર વિચારતુ નથી પરંતુ આ અંગેની સોગઠીઓ બહારના રાજ્યમા ઘડાય છે તેમા જે બહાર આવે છે તે હિમશીલાની ટોચ જેવુ છે ઘણા બધા પરદા હજુ ઉચકાવાના બાકી છે,

સતાધારી અને વિપક્ષ બંનેના દાવપેચ આ વખતે ઉપરથી આવશે જેનો અમલ જ કરવાનો છે બંનેની ફોર્મ્યુલા લગભગ લગભગ તૈયાર છે અને વહેલી ચુંટણી જાહેર થાય તો પણ ઘણા દિવસો કામ કરવાના મળી શકે અને સતાધારી પક્ષ જે હોય તેને આચાર સંહિતા થોડી નડવાની? એ તો માત્ર વિરોધીઓ માટે લાચાર સંહિતા ગણવામા આવે છે, મહત્વનુ એ પણ છે કે વિધાનસભામાં સતાધારી પક્ષનો  જનાધાર ઘટે છે કે શું? વિપક્ષનો વધે છે કે શું? કેમકે ગત વિધાનસભા ચુંટણીમા  કુલ મતદાનના 36 થી 38 ટકા વચ્ચેના સતાધારીના જનાધાર સામે વિપક્ષનો જનાધાર 28 થી ક્યાક ક્યાક 30 ટકા રહ્યો હતો તો 2012મા સતાધારીનો જનાધાર 42 થી 44 ટકા અને વિપક્ષનો 22 થી 24 ટકા રહ્યો હતો આ શુ સુચવે છે?આ લપસણી સ્થિતિમા ગાફેલ રહ્યા તો ગયા જ સમજો માટે તાગ મેળવી શુ સારો દેખાવ થઇ શકશે? તો વહેલુ આદરી દઇએ.....ની સમયની માંગ જેવી તક ઝડપી લઇ એ તેવુ દિલ્હીથી નક્કી થવામા છે, આ સંપુર્ણ સમીક્ષાના સાંરાંશ સમાન મુદાઓમા વિશ્લેષકોનુ અનુમાન એ છે કે તારીખ 10 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમા જ ચિત્ર સ્પષ્ટ થઇ જશે,

ગુજરાત વિધાનસભાની ચુંટણી અનેક રીતે જોઇએ તો યુપીની જેમ જ અગત્યની છે કેમકે કેન્દ્રની મુખ્ય નેતાગીરીમા સૌથી શિરમોર હિસ્સો ગુજરાતનો છે, તેમજ મિનીસ્ટ્રીમા સાથોસાથ પુરો દબદબો છે ત્યારે પક્ષનો અંતરીક ખટરાગ અને સમય આવ્યે દાવ લેવાની તૈયારી કરી બેઠેલાઓ તેમજ સામેથી વિપક્ષને મુદા આપવા કે મજબુત કરવાની અમુકની અવળી પ્રકારની ચાલ વગેરેની યાદી પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી છે, ત્યારે ફરીથી ટુંકા ગાળા માટે કોઇ ઓપરેશનો હાથ ધરાય આયારામ ગયારામ થાય સામ દામ દંડ ભેદ વધુ અપનાવાય આશ્ચર્યકારક ઘટનાઓ બને વગેરે ઘણુ ઘણુ આગામી બે જ સપ્તાહમા જાહેર થશે તેમજ અમુકની પાંખો કાપવી અમુકને માથે બેસાડવા એ પણ કરવુ પડશે તો વળી રાજકીય પક્ષોની અન્ય એક વધુ ગોઠવણ હોય છે કે સામેના પક્ષમા પણ આપણા કોક કોક હોવા જ જોઇએ તે ગોઠવણો પણ ગુજરાતના તાલુકે તાલુકે થઇ ગઇ છે, અને હા જેનો ઉલ્લેખ બહુ સમીક્ષાજનક નથી તેવી ત્રીજી પાર્ટી હજુ રાજ્યમા ઉભી જ થાય છે માટે તે ચોક્કસ વિસ્તારમા જ કાઠુ કાઢે તેથી વિશેષ નહી તેમ કહેવામા રાજકીય નિષ્ણાંતોને અતિશયોક્તિ ભર્યુ નથી લાગતુ તેમ પણ જાણવા મળ્યુ છે,

-મીઠી મુંઝવણ....

સતાધારી પક્ષના ઘણાયને ગડમથલ એ છે કે  મને "ચાન્સ" મળશે કે કેમ? આ ગઠમથલની વચ્ચે ચિત્ર "આગામી દિવસે" થશે દીવા જેવુ સ્પષ્ટ ત્યારે પણ હાલનો દરેક દિશાનો માહોલ જોતા ઉંઘતા કોઇ નહી ઝડપાય પરંતુ રેસમા પાછા પડી પણ  જાય એવી શક્યતા છે કેમકે બંને મુખ્ય પક્ષોનો દોરી સંચાર ઉપરથી થઇ રહ્યા છે અહી તો અમલમા જ મુકવાનુ છે જોકે અનેક દરોડા અનેક તપાસ અનેક કેસ અનેક ફેરબદલ અનેક સોગઠાબાજી સાથે વિકલ્પ ઉભા કરવામા આવ્યા તે તમામ બાબતો શુ દર્શાવે છે? માટે ઘણાને મીઠી મુંઝવણ છે કે હુ કદાચ દંડ ભેદનો શિકાર ન બનુ પણ મારૂ સરાઉન્ડીંગ જ વેરવિખેર થઇ જશે તો