આગામી 5 દિવસ હજુ વધી શકે છે તાપમાનનો પારો..

સૌરાષ્ટ્ર કચ્છમાં આકરી ગરમીનો અહેસાસ કરતા લોકો

આગામી 5 દિવસ હજુ વધી શકે છે તાપમાનનો પારો..

Mysamachar.in-અમદાવાદ

જામનગર સહીત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લોકો છેલ્લા કેટલાય દિવસોથી આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે, હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, સાથે આવનારા 2 દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના, ગીર, સોમનાથ, કચ્છ, પોરબંદર અને રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આવી જ ગરમી જો રહેશે તો આ વખતે ગરમીના પડશે તો શહેરીજનોને ઘણી તકેદારી રાખવી પડશે.