મંદીના ભરડા વચ્ચે શહેરીજનોએ મકાન બનાવવા-રીનોવેશન કરવા રૂા.42 કરોડ ફી ભરી

મંદીના ભરડા વચ્ચે શહેરીજનોએ મકાન બનાવવા-રીનોવેશન કરવા રૂા.42 કરોડ ફી ભરી

Mysamachar.in-જામનગર:

મંદીના ભરડા વચ્ચે જામનગરના શહેરીજનોએ મકાન બનાવવા-રીનોવેશન કરવા વગેરે વિકાસ પરવાનગી માટેની મળીને કુલ રૂા.42 કરોડની ફી ભરી છે. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાને વર્ષ 2018-19ના બાર મહિનામાં જ 4100 અરજીઓમાં નોંધપાત્ર આવક થઇ જે ગત વર્ષના પ્રમાણમાં વસુલાત વધી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે ઓન લાઇન 1300 અને ઓફલાઇન 2800 મળી આવેલી કુલ 4100 અરજીઓના નિકાલ થયા જેમાં મકાન બાંધકામની ફી રીનોવેશનની ફી કમ્પલીશનની ફી ભોભાડુ-પાણી-કેરણ ચાર્જ (બાંધકામ કરતી વખતે કોર્પોરેશનના રોડ વગેરેનો મટીરીયલ રાખવા ઉપયોગ, કોર્પોના પાણીની બાંધકામમાં ઉપયોગ, વેસ્ટેજ બાંધકામ મટીરીયલ ફેકાતુ હોય) વગેરેનો સમાવેશ થાય છે.

દેખીતુ છે કે સરેરાશ 600 ચો.ફુટનું કામ ગણીને તો પાણી નવ લાખ થી વધુ ચોરસ ફુટનું 190 કરોડથી માંડી 350 કરોડ રૂપિયાનું બાંધકામ થયુ ગણાય એવુ કહેવાય છે કે રીયલ એસ્ટેટમાં મંદી છે કોર્પોરેશને બનાવેલ અને જાડાએ બનાવેલા આવાસ પણ અડધો અડધ ખાલી છે. લોકોને મકાનમાં રીપેરીંગ, કલરકામ કે વધારાના ફર્નીચર કામ કરાવવા પોસાય તેમ નથી કેમ કે બાંધકામ મટીરીયલ અને લેબર મોંઘા થતા જાય છે ત્યારે આવી મંદી વચ્ચે પણ વર્ષ 17-18ની કુલ આવક 12 મહીનાથી રૂા.37 કરોડ ના પ્રમાણમા  અત્યાર સુધી 41કરોડ થતા  ગત વર્ષ કરતા લોકોને કંઇક કળ વળી છે અને થોડી ઘણી બાંધકામની પ્રગતિ થઇ છે જોકે બે લાખ પરિવારોમાંથી 4100 અરજી એટલે આમ તો દોઢ ટકા ગણાય.

-ટેનામેન્ટની મંજુરી વધુ મંગાય છે

આ અરજીઓમાંથી 80%થી વધુ અરજીઓ તો ટેનામેન્ટની છે. ઉચ્ચતર મઘ્યમ વર્ગ લોન વગેરે સગવડતા થતાં ઘરનું ઘર બનાવવા ટેનામેન્ટ ખરીદી કરે છે, વળી સીટીનો પેરીફેરી વિસ્તાર હવે ટોટલ વધીને 132 ચો.કીમી થયો છે જેથી સીટીથી દૂરના વિસ્તારમાં પરવડે તેવી કિંમતમાં ઘણી વખત મકાન મળી જતુ હોય થોડી ઘણી માત્રામાં નાગરીકોનો મકાન ખરીદીની દિશામાં સળવળાટ થાય તે સ્વાભાવીક છે. તેમજ જુજ શોપીંગ સેન્ટરો, ફલેટ વગેરે પણ બને છે એકંદર ભલે તેજી તો નથી જ પરંતુ વર્ષ 2017 કરતા 2018માં થોડાઘણા અંશે આ ક્ષેત્રમાં ગતી આવી છે.

-ખાનગી રેસીડન્ટ પ્રોજેકટને વાયબ્રન્ટમાં બતાવી દેવાયા હતા....!!
સામાન્ય ગતિશીલતા આવતા નાના-મોટા ટેનામેન્ટ બનાવવા વિકાસ પરવાનગી લેવાય છે તે ખાનગી રેસીડેન્ટ પ્રોજેકટને વાયબ્રન્ટમાં દર્શાવી દેવાયા છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષની જેમ વાયબ્રન્ટ સમીટ યોજાઇ છે જેમાં જુદા જુદા ક્ષેત્રોના વિકાસ કામોના એમ.ઓ.યુ. થાય છે તેમાં જામનગર કોર્પોરેશને 127 એમ.ઓ.યુ. કર્યા જેમાં એક રૂા.150 કરોડના ખર્ચે ફલાય ઓવર-સુભાષબ્રીજથી સાત રસ્તા સુધી બનાવવાનો (જેના હજુ ટીપીઆર મંજુર થવાના કે ગ્રાંટ મળવાના ઠેકાણા નથી એટલે કે ભેંસ પાણીમાં છે તે), એક વધુ રેલ્વે ઓવરબ્રિજ- દિગ્જામ મીલ પાસે, હજુ વધુ બે લોકેશન ઉપર આવાસ (અત્યાર સુધીના બનાવેલા ખાલી પડયા છે તેમ છતાં), ડામર રોડના કામોને વાયબ્રન્ટમાં દર્શાવાયા છે 127માં સૌથી વધુ 90થી વધુ ખાનગી રેસીડેન્સીયલ પ્રોજેકટ દર્શાવાયા છે માટે તો સ્કોર સન્માન જનક થયો છે કોર્પોરેશન પાસે નાણા નથી, માટે યોજના નથી માટે વિકાસકામોના પ્લાનીંગ ખાસ કંઇ દર્શાવી શકે તેમ નથી.

-સમાંતર વિકાસ થવો જોઇએ

નગરની હદ વધી છે પરંતુ વીજળી, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ, ગટર, આરોગ્ય, પરિવહન એવા કોર્પોરેશન સમગ્ર જામનગરમાં પુરી પાડી શકતુ ન હોય નગરનો સમાંતર અને વ્યાપક વિકાસ થતો નથી સુવિધા પુરી પડાય તો વિકાસ પરવાનગી માટે હજુ વધુ અરજીઓ આવી શકે પરંતુ 70% થી વધુ સીટી નજીકની સોસાયટીઓમાં કોર્પો. પીવાનું પાણી પણ પહોંચાડી શકતુ નથી.