જે હતો વોન્ટેડ જેના પર હતું ઇનામ, તે બિલ્ડર પર હુમલો કરનાર શખ્સને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો 

આજે પોલીસ રિમાન્ડ માટે કરશે રજુ

જે હતો વોન્ટેડ જેના પર હતું ઇનામ, તે બિલ્ડર પર હુમલો કરનાર શખ્સને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો 

Mysamachar.in-જામનગર:

જામનગર સીટી એ ડીવીઝન પોલીસને એક વોન્ટેડ આરોપી જેના પર સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર દ્વારા 10,000 નુ ઇનામ જાહેર કરેલ જે છેલ્લા અઢી વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દબોચી લેવામાં પી.આઈ.એન.એ.ચાવડાના માર્ગદર્શનમાં સીટી એ ડીવીઝન સર્વેલન્સ ટીમને સફળતા મળી છે.ઝડપાયેલ આ આરોપીનો જામનગરના બિલ્ડર ટીના પેઢડીયા પર ફાયરીંગ કેસમાં પણ રોલ નીકળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર સીટી એ પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમના અંગત બાતમીદારોથી સંયુક્ત રીતે હકિકત મળેલ હોય કે જામનગર સીટી એ પોલીસ મથકના ટીના પેઢડીયા પર થયેલ જીવલેણ હુમલો અને ફાયરીંગ કેસનો ગુન્હામાં રોલ ભજવનાર શખ્સ કે જે છેલ્લા અઢી વર્ષથી નાસ્તો ફરતો આરોપી જયસુખ હરીલાલ ચોપડા જે રહે. ગોકુલનગર રામનગર શેરી નં-8 જામનગર વાળો હાલ દિ.પ્લોટ શેરી નં-49 રોડ આશાપુરા માતાજીના મંદિર પાસે ઉભેલ છે, જે હકીકત આધારે આરોપી જયસુખ ઉર્ફે બઠો હરજીભાઇ ઉર્ફે હરીલાલ ચોપડા મળી આવતા તેને ધોરણસરની અટકાયત કરી રિમાન્ડ માટે આજે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.