Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે વસવાટ કરતા સાંગાભા પેથાભા નાયાણીના પિતાની તથા કાકાની શીવરાજપુર ગામે આવેલ જમીન જેના જુના રે.સ.નં -145 તથા નવા રે.સ.નં 9 કુલ જમીન 7-57-78 ની જમીન આવેલ હોય તેમા એસ.એસ.સી કંપનીને રેતીની લીઝ માટે ભાડા પેટે આપેલ હોય જેમા રેવન્યુ એર્થોરીટીની શરત ચુકના કારણે 7/12 માં થી સાંગભાના પિતાનુ તથા કાકાનુ નામ પ્રથમ હકકમાં થી કમી થઇ જતા ભુલ સુધારવા માટે સંજીવભાઇ નટવરલાલ ચાંદલીયા જે વકીલાત કરતા હોય તેની પાસે આરોપીએ અન્ય આરોપીઓની મદદથી ફરિયાદી સાંગાભાના પિતા તથા કાકાની સહીઓ લઇ અને પિતા તથા કાકા ઉપર વિશ્વાઘાત અને છેતરપીંડી કરી અને વેચાણ કરાર તથા વેચાણ દસ્તાવેજ કરેલ ત્યારે આ જમીન એસ.એસ.સી કંપની ભાડાની હોય છતા પણ પોતાના નામે કરી લેતા સંજીવભાઇ નટવરલાલ ચાંદલીયા, આશાબેન સંજીવભાઇ ચાંદલીયા, મિનાક્ષી નટવરલાલ ચાંદલીયા, પુષ્પાબેન નટવરલાલ ચાંદલીયા, માલીનીબેન નટવરલાલ ચાંદલીયા, અશ્વિન નટવરલાલ ચાંદલીયા સામે કલમ 406, 420, 465, 468, 471 મુજબ દ્વારકા પોલીસમથકમાં ગુન્હો દાખલ થયો છે.