Mysamachar.in:જામનગર:
જામનગર જીલ્લાના નાના એવા લાલપુર ગામમાં ચકચાર મચાવનારી પોલીસ ફરિયાદ સામે આવી છે, નાના એવા ગામમાં કોન્ટ્રાકટરને પતાવી દેવા 5 પેટીની સોપારી આપવામાં આવી હતી, લાલપુરના કોન્ટ્રાકટર ઉપર ટ્રક ચડાવી મારી નાખવાની સોપારી અપાઈ હતી પરંતુ સોપારી ફૂટે એટલે કે કામને અંજામ આપવામાં આવે તે પૂર્વે જ મામલો લાલપુર પોલીસ મથકે પહોચી ગયો છે અને પોલીસે તપાસ શરુ કરી દીધી છે,
મળતી વિગત મુજબ, મૂળ લાલપુર તાલુકાના ચોરબેડી ગામના વતની અને લાલપુરમાં આવેલા સાનિધ્ય પાર્કમાં રહેતા તથા કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવિણ કાનાભાઈ વસરા નામના યુવાને કૈલાશ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની સાથે પવનચકકીનું કામ રાખ્યું હતું અને કામ પણ ચાલુ હતું તેમજ લાલપુર તાલુકાના રીંઝપર ગામમરાં રહેતાં નારણ ચના બડિયાવદરાએ પણ આ જ કંપની પાસે કામની માંગણી કરી હતી પરંતુ કંપનીએ નારણને કામ આપ્યું ન હતું. જેથી આ બાબતનો ખાર રાખી પ્રવિણ વસરા ગત તા.17 નવેમ્બરના રોજ તેના સ્ટાફ સાથે પવનચકકીના વાહનો લઇ લાલપુર બાયપાસ શહીદ ગાર્ડન પાસેથી પસાર થતો હતો ત્યારે રોડના કાંઠે ઓસમાણ બાપુની જગ્યા ભાડે રાખી નારણ તથા તેના ભાઈએ સિમેન્ટના પોલ ઉભા કર્યા હતાં. આ બાબતે બન્ને ભાઈઓને સમજવવા જતાં પ્રવિણ વિરૂધ્ધ નારણભાઈએ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ હુમલાનું મનદુ:ખ રાખીને નારણ ચના બડિયાવદરા અને ડાડુ સાજણ ગાગલિયા નામના બે શખ્સોએ કોન્ટ્રાકટર પ્રવિણને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરુ રચી હુશેન ગુલમામદ સમાને પાંચ લાખ રૂપિયા અથવા જૂનો ટ્રક આપી દેવાની વાત કરી ડટ ભરેલો ટ્રક કોન્ટ્રાકટર પ્રવિણ ઉપર ચડાવી દેવાની સોપારી આપી હોવાનું ખુલતા કોન્ટ્રાકટરે આ અંગે જાણ કરતા પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બન્ને શખ્સોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.