Mysamachar.in-અમદાવાદ:
તસ્કર ટોળકી ખુબ હોશિયારી અને ચાલાકીથી ભલે ચોરીની ઘટનાઓને અંજામ આપે પણ પોલીસના હાથમાં ક્યારેક ને ક્યારેક તો આવી જ જાય છે.આવી જે એક ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે, આ ગેંગ માત્ર પાંચ જ મિનિટમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતી હોવાનું અને આ ટોળકી આંતરરાજ્ય હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે, આરોપીની પૂછપરછમા સામે આવ્યુ કે આ ગેંગ માત્ર 5 મિનિટમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતા હતા. જે માટે વપરાતી 41 જેટલી પ્લેન ચાવી પણ કબ્જે કરવામાં આવી છે. આરોપી રાજ્યમાં 100 કાર ચોરીનો ટાર્ગેટ લઈને આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડેલા આરોપીમાં જાવેદ ઉર્ફે બબલુ કુરેશી, સુરેન્દ્ર યાદવ અને મનોજ ઉર્ફે મહેતાજી જોશીનો સમાવેશ થાય છે. આરોપીની ધરપકડ વાહનચોરીના ગુનામાં કરવામાં આવી છે. આરોપી ની પૂછપરછ કરતા 15 જેટલી 4 વ્હિલરની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. જેમાં અમદાવાદ, વડોદરા તથા ભરૂચમાંથી પણ ચોરી કરી હતી. ચોરી કરેલી ગાડીઓ મુખ્ય આરોપી મનોજ રાજસ્થાનમાં 30 હજારથી લઈ 50 હજારમાં ડોક્યુમેન્ટ વિના વેચતો હતો.ઝડપાયેલા 3 આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે અગાઉ આ ગેંગમાં 9 આરોપી સામેલ હતા. જેમણે માત્ર મહારાષ્ટ્રમાંથી જ 170 જેટલી ગાડીઓની ચોરી કરી હતી. જ્યારે ગુજરાતમાં 100 ગાડીની ચોરીનો ટાર્ગેટ કરીને આવ્યા હતા. આરોપીઓ મુંબઈથી અલગ અલગ કંપનીની પ્લેન ચાવી ખરીદી લેતા અને બાદમાં ગાડી ટાર્ગેટ કરી 5 મિનિટમાં બનાવટી ચાવી બનાવી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા. જે માટે વપરાતી 41 પ્લેન ચાવી પણ ક્રાઈમ બ્રાંચે કબ્જે કરી છે.