પગપાળા યાત્રાએ જઈ રહેલા એ દંપતીની યાત્રા આખરી જ રહી..

આજે વહેલી સવારે ઘટી ઘટના

પગપાળા યાત્રાએ જઈ રહેલા એ દંપતીની યાત્રા આખરી જ રહી..

Mysamachar.in-બોટાદ

બોટાદ જિલ્લાના રાણપુર ગામના પાળીયાદ રોડ પર આજે વહેલી સવારે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પાળીયાદ રોડ પરથી વૃદ્ધ દંપતી પગપાળા હાથ લારી લઈને જસદણથી લીંબડી દર્શન કરવા જઈ રહ્યાં હતા. તે દરમિયાન અચાનક અજાણ્યા વાહને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, અકસ્માતની ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો મૃતક દંપતી જસદણના પ્રજાપતિ સમાજના હોવાનું જાણવા મળ્યું છે.