પ્રદેશમાંથી કાર્યક્રમની સુચના આવી એટલે જામનગર કોંગ્રેસે નાટક કર્યું

આટલા દિવસ ક્યાં હતા.?

પ્રદેશમાંથી કાર્યક્રમની સુચના આવી એટલે જામનગર કોંગ્રેસે નાટક કર્યું

Mysamachar.in-જામનગર

જામનગર શહેર અને જીલ્લા કોંગ્રેસના કાઈ ઠેકાણા નથી, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં કારમી હાર બાદ કોંગ્રેસના બે પાંચ નેતાઓ સક્રિય છે, બાકી ભાજપને લડવા માટે ખુલ્લો પટ આપી દીધો હોય તેવું લાગે છે, એવામાં પ્રદેશમાંથી સુચના આવે અને કાર્યક્રમ ફરજીયાત ફોટા પડાવવા માટે કરવો પડે તેમ આજે ફરજીયાત કાર્યક્રમ કરવો પડ્યો તેવું લાગ્યું...અરે ભાઈ તમને જામનગરના નાગરિકો અને કોરોનામાં પીસાઈ રહેલા દર્દીઓની ચિંતા હતી તો આવી સ્થિતિ તો કેટલાય સમયથી છે તો હવે છેક પ્રદેશમાં થી સુચના આવી બાદમાં કેમ જાગ્યા અને વિરોધ કરવા ઉભા રહી ગયા...આજે કોંગ્રેસે જે રજૂઆત કરી તેમાં લખ્યું છે કે ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છે, રાજય અને કેન્દ્ર સરકારનાં અણઘડ વહીવટ અને સંકલનનો અભાવ અને ખોટી નિતિઓને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહયા છે. ગુજરાતમાં હાલમાં પણ પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે, ત્યારે આ અણઘડ વહીવટનાં લોકો પરેશાન છે ત્યારે કોંગ્રેસ દ્વારા માંગની કરવામાં  આવી છે કે સરકાર

-દરેક હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડ ની વ્યવસ્થા

-હોસ્પિટલમાં પૂરતાં પ્રમાણમાં ઓકિસજનની વ્યવસ્થા

-હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં વેન્ટિલેટરની વ્યવસ્થા

-RT-PCR ટેસ્ટમાં કીટ માપો, 24 કલાકમાં ટેસ્ટીંગ રીપોર્ટ માપો

-રેમડેસીવર  તથા અન્ય ઇન્જેક્શન અને દવાઓની વ્યવસ્થા

-વેકશીનેશન કાર્યક્રમ માટે પુરતા ડોઝની વ્યવસ્થા

-હોસ્પિટલમાં મેડિકલ પેરા મેડિકલ સ્ટાફની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા

-PHC માં 25 બેડ અને CHC માં 50 બેડની વ્યવસ્થા કરો તેમજ તેનો સંપૂર્ણ ખર્ચ સરકારએ ઉઠાવવો જોઈએ.

-પોઝીટીવ આવતાં દર્દીઓને હોમ આઈસોલેશનની જગ્યાએ સરકારની સીધી દેખરેખ હેઠળ રાખવામાં આવે.
આ તમામ માંગણીઓ સંદર્ભે હવે જાગેલ જામનગર કોંગ્રેસ દ્વારા આ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે.