રાજ્યમાં કપાસનો સૌથી વધુ ભાવ આજે જામનગર હાપા યાર્ડમાં 

કેટલો ભાવ કેટલી આવક વાંચો 

રાજ્યમાં કપાસનો સૌથી વધુ ભાવ આજે જામનગર હાપા યાર્ડમાં 
file image

Mysamachar.in-જામનગર:

જામનગરના હાપા યાર્ડમાં આજે રાજ્યમાં હરરાજીમાં કપાસનો રાજ્યનો સૌથી વધુ ભાવ બોલાયો હોવાનું યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલે જણાવતા કહ્યું કે આજે રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ 20 કિલો કપાસના રૂ.2111 ભાવ પહોચ્યો હતો આ ભાવ ગત વર્ષે વધુમાં વધુ ભાવ 1365 હતા જેની સામે આજે 2111 ઓલ ગુજરાત અને ઓલ ટાઈમ હાઈ ભાવ આજે મળ્યા છે.અને 2000 ભારી કપાસની આવક થઇ છે.હરરાજીમાં કપાસનો ઊંચો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.મહત્વનું છે કે કૃષિમંત્રી રાઘવજી પટેલના જીલ્લામાં જ આજે સૌથી વધુ ભાવ કપાસના ખેડૂતોને મળ્યા છે.