...તો ખેડૂતોની દિવાળી સુધરી ગઈ સમજો..આવતીકાલે સરકાર જાહેર કરી શકે છે રાહત પેકેજ 

દિવાળી પહેલા સહાય સીધી જ ખાતામાં જમા થઇ શકે છે

...તો ખેડૂતોની દિવાળી સુધરી ગઈ સમજો..આવતીકાલે સરકાર જાહેર કરી શકે છે રાહત પેકેજ 
file image

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અને આ સમાચારની કાલે વિધિવત પુષ્ટિ પણ સરકાર કરશે તેવી પણ સંભાવના છે, રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ આવતીકાલે જાહેર થાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે, આવતીકાલે કેબિનેટ બેઠક પછી આ પેકેજની જાહેરાત કરવામાં આવશે, રાહત પેકેજ સીધું જ ખેડૂતોના ખાતામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, દિવાળી પહેલા રાહત પેકેજ જાહેર થશે. ત્યારે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજના પૈસા જમા થાય તેવી શક્યતા છે.જો કે આ અંગેની સતાવાર જાહેરાત આવતીકાલે રાજ્ય સરકાર કરશે.