સાથી વગરના ચાર હાથી આવી ચઢતા લોકો આશ્ચર્યમાં મુકાયા

વનવીભાગને પણ કરાઈ જાણ

સાથી વગરના ચાર હાથી આવી ચઢતા લોકો આશ્ચર્યમાં મુકાયા

Mysamachar.in-બનાસકાંઠા

બનાસકાંઠામાં એક અજીબોગરીબ ઘટના બની છે. જ્યાં દાંતીવાડામાં બિનવારસી ચાર હાથી મળી આવ્યા છે. સાતસણ ગામની સીમમાં 4 બિનવારસી હાથી જોવા મળ્યા છે. સાથી એટલે કે મહાવત વગર સીમમાં એકલા ફરી રહેલા આ હાથી હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો બીજી તરફ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યા છે. સાતસણ ગામની સીમમાં ચાર હાથી જોવા મળતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં છે. હાથીની ભાળ મેળવવા પાંથવાડા ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ હાથી કોણ મૂકી ગયુ તે કોને ખબર નથી, હાથી ક્યાંથી આવ્યા તે કોઈને ખબર નથી. પરંતુ દાંતીવાડાના સાતસણ ગામની સીમમાં આજે સવારે એકસાથે ચાર હાથી જોવા મળ્યા હતા.