Mysamachar.in-અમદાવાદ;
રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી વધશે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમી વધવાની શક્યતા છે. જોકે રાત્રીના સમયે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે એટલે કે હવે રાજ્યના લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડશે જેમા બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે રાજ્યમાં રાતે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.