જામનગર જીલ્લાના આ ત્રણ નવનિર્મિત પોલીસ સ્ટેશનના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

પોલીસની સુવિધાઓમાં થશે વધારો

જામનગર જીલ્લાના આ ત્રણ  નવનિર્મિત  પોલીસ સ્ટેશનના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકાર દ્વારા પોલીસ આધુનીકીકરણ તેમજ નવિનીકરણના ભાગરૂપે રાજયમા પોલીસ આવાસ નિગમ મારફતે ઘણા-બધા મોડર્ન પોલીસ સ્ટેશન તેમજ પોલીસ અધિકારી- કર્મચારીઓના રહેણાક માટે પોલીસ લાઈનના નિર્માણ કરવામા આવે છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા રાજ્યના ઘણા-બધા પોલીસ સ્ટેશનના નવા મકાન તેમજ નવી પોલીસ કવાર્ટર્સનુ નિર્માણ કરવામા આવેલ હોય જે તમામ મકાનો તેમજ ક્વાર્ટરનુ ઈ-લોકાર્પણ કરવાની કામગીરી 29 મેં ના રોજ થનાર છે જેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પધારનાર છે અને નડિયાદ ખાતેથી રાજ્યભરના તમામ મકાનોનુ ઈ-લોકાર્પણ કરવાના છે.

કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લા ખાતે લાલપુર પોલીસ સ્ટેશનનુ નવુ મકાન તેમજ બી કેટેગરીના 24 નવા ક્વાર્ટર,  જામજોધપુર પોલીસ સ્ટેશનનુ નવુ મકાન,  કાલાવાડ-ગ્રામ્ય પોલીસ સ્ટેશનના નવા મકાનનુ પણ 29 મેંના રોજ  યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ થનાર છે. જામનગર જિલ્લા ખાતેનો મુખ્ય કાર્યક્રમ લાલપુર પોલીસ સ્ટેશન ખાતે આયોજીત કરવામા આવનાર છે. કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજા હાજર રહેશે તેમજ તેઓની સાથે અતિથિ વિશેષ તરીકે જામનગર-દેવભુમિદ્વારિકાના સાંસદ પૂનમબેન માડમની પણ પ્રેરક હાજરી રહેશે. આ કાર્યક્રમમા ભાજપ સંગઠનના અન્ય હોદેદારો તેમજ મહાનુભવો પણ હાજર રહી કાર્યક્રમને ઉદબોધન કરશે. જામનગર જિલ્લા ખાતેનો લોકાર્પણ કાર્યક્રમ કલાક 12:00 વાગ્યાથી શરૂ થશે અને ત્યારબાદ મંત્રીઓના ઉદબોધન બાદ આશરે કલાક 12:40 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા નડિયાદ ખાતેના મુખ્ય કાર્યક્રમ સાથે જોડાઈ જવાનુ રહેશે અને ત્યારબાદ ગ્રુહમંત્રીના હસ્તે  ઈ-લોકાર્પણ કરવામા આવશે તેમજ જાહેર-જનતાને ઉદબોધન કરશે.