Mysamachar.in-વલસાડ:
વલસાડ ધરમપુર ચોકડી ખાતે સુરત તરફ જતી કાર ન. GJ-05-CD-5750ના ચાલકે વાપી તરફથી નવસારી જતા ટ્રેક ધરમપુર ચોકડી પાસે કારના ચાલકે કાર ઉપરથી કાબુ ગુમાવતા મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર દોડી રહેલા 2 ટેમ્પોની સાથે ટકરાઈ હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 2 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા ઇજાગ્રસ્તોની મદદ માટે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિને થયેલી ગંભીર ઇજાઓને લઈને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. ઘટના અંગે વલસાડ સીટી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં કારની એક તરફનો ભાગ છૂંદાઈ ગયો હતો. કારમાં સવાર ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવા માટે સળિયા વડે દરવાજો તોડી કારમાં ફસાયેલા લોકોને સ્થાનિમ લોકોએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. નવસારી તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર દોડતા ટેમ્પ સાથે ભટકાઈ હોવાનો ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી.