Mysamachar.in-જામનગર:
જામનગર એન્ટી કરપ્સન બ્યુરોને આજે વધુ એક સફળતા મળી છે, એસીબી પાસેથી મળી રહેલ પ્રાથમિક વિગતો મુજબ જામનગર ટીમે બેડી મરીન પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા ઘનશ્યામસિંહ કે જાડેજાને રૂપિયા 11 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. એસીબી પાસેથી મળી રહેલ વિગત પ્રમાણે કોલસાના ઘંધાથીના છકડા જેવા વાહનમાં જે વધેલ કોલસો હોય તેની ગેરકાયદે હેરાફેરી માટે પોલીસકર્મી ઘનશ્યામસિંહ જાડેજા અગિયાર હજારની લાંચ લેતા ઝડપાઈ જતા બેડી મરીન પોલીસ મથકમાં સન્નાટો છવાઈ ગયો છે.જામનગર એસીબી ટીમ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે.