ઠુંઠવાયું જામનગર, તાપમાન 9.5 ડીગ્રી

હજુ પાંચ દિવસ ભુક્કા બોલાવશે ઠંડી

ઠુંઠવાયું જામનગર, તાપમાન 9.5 ડીગ્રી
symbolic image

Mysamachar.in-જામનગર

દિવસે ને દિવસે જામનગરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે, એવામાં આજે સવારથી જામનગરીઓ ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, જામનગર સહિત સમગ્ર હાલારમાં આજે પવનની ગતી 25 કીમીની રહી છે, તો આજે મોસમની સૌથી વધુ ઠંડી એટલે કે 9.5 ડીગ્રી નોંધાઈ હોવાનું પણ સામે આવે છે, સિંગલ ડીજીટમાં આ સીઝનમાં પ્રથમ વખત લઘુતમ તાપમાન આવ્યું છે, તો આગામી પાંચ દિવસ કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે, આજે સવારથી ઠંડીનું જોર વધતા જામનગર જાણે ઠંડીમાં ઠુંઠવાયુ હોય તેમ ઠેર ઠેર તાપણા અને ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ લોકો ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે, ઠંડીનું જોર વધતા  તાપમાનમાં અઢી ડીગ્રીનો ઘટાડો થયો છે, ત્યારે લઘુતમ તાપમાન 9.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 25 ડીગ્રી, હવામાં ભેજ 79 ટકા અને પવનની ઝડપ 20 થી 25 ડીગ્રી જોવા મળી છે,