Mysamachar.in-જામનગર
શિયાળો હાલારમા ધીમે ધીમે કલર પકડી રહ્યો તેમ લાગી રહ્યું છે, અને તેમાય છેલ્લા બે દિવસથી તો જાણે વાતાવરણ સંપૂર્ણ ઠંડુગાર બની જતા વહેલી સવારે અને મોડીરાત્રે લોકો ઘરની બહાર કામ વિના નીકળવાનું ટાળી રહ્યા છે, છેલ્લા એક સપ્તાહથી સમગ્ર હાલારમાં ઠંડા ઠંડા કુલ કુલ વાતાવરણ વચ્ચે લોકો ઠંડીથી ઠુંઠવાઇ રહયા છે, સવાર-સાંજ બર્ફીલો પવન ફુંકાઇ રહયો છે, તો ઠંડીથી બચવા લોકો કા તો રૂમહીટર કે પછી તાપણાનો સહારો લઇ રહયા છે, આજે સવારે પણ શહેરના રસ્તાઓ પર ધુમ્મસ છવાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા, તો ભારે ઠંડીના કારણે તેની સીધી જ જનજીવન પર અસર જોવા મળી રહી છે, તો આજનું 11.6 ડીગ્રી, મહતમ તાપમાન 28 ડીગ્રી, હવામાં ભેજ 59 ટકા અને પવનની ગતી 15 થી 20 કીમી પ્રતી કલાક જોવા મળી હતી, જો કે જાણકારોના માટે આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે,