ધારાસભ્યના ઘરે થયેલ લુંટનો ભેદ ઉકેલાયો

ઘરઘાટીએ અન્ય ઈસમો સાથે મળી રચ્યું હતું કાવતરું 

ધારાસભ્યના ઘરે થયેલ લુંટનો ભેદ ઉકેલાયો

Mysamachar.in-અરવલ્લી:

રાજ્યમાં ધારાસભ્ય અને પૂર્વ એસ.પી.નું નિવાસસ્થાન સુરક્ષિત નથી તેવી ઘટના 23 દિવસ પૂર્વે સામે આવી હતી, અને તે ઘટના બાદ પોલીસ ધારાસભ્યના પત્નીને બંધક બનાવી કોણ લુંટારા છે તેની તલાશમાં લાગી હતી અને અંતે અરવલ્લી પોલીસને સફળતા મળી છે અને ઘરનો ઘરઘાટી જ મુખ્ય કાવતરા ખોર નીકળ્યો છે.આ અંગે જાહેર થયેલ વિગતો એવી છે કે.....

 

23 દિવસ અગાઉ ભિલોડા ધારાસભ્ય પીસી બરંડાના પત્ની ચંદ્રિકાબેન વાંકાટીંબામાં તેમના ઘરે એકલા હતા તે સમયે તેમને બંધક બનાવી રાત્રે બે બુકાનીધારીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં રહેલી રોકડ, સોના ચાંદીના ઘરેણા સહિત ₹16 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. આ બાબતે અરવલ્લી જીલ્લા પોલીસ વડા શેફાલી બરવાલએ જણાવ્યું હતું કે, અરવલ્લીમાં ભાજપનાં ધારાસભ્ય પી.સી.બરંડાનાં ઘરમાં 23 દિવસ પહેલા લૂંટ થઈ હતી. ત્યારે ધારાસભ્યનાં ઘરમાં લૂંટ થતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી.

 

પોલીસ દ્વારા ધારાસભ્યનાં ઘરમાં લૂંટ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ લૂંટમાં  એલસીબીએ 3 ઇસમોને ઝડપ્યા છે. ધારાસભ્યનાં ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતા નોકરે અન્ય ત્રણ લોકો સાથે મળી લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. ગત 15 સપ્ટેમ્બરનાં રોજ 15 તોલા સોનું અને 40 હજારની લૂંટ કરી હતી. પોલીસે 6 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. તેમજ હજુ એક આરોપી ફરાર છે જેને પકડવાની કવાયત તેજ છે. પોલીસે પન્નાલાલ કાંતિલાલ રાત, રાજેન્દ્ર ઉર્ફે રાજુ વેલાજી ઢુંહા અને નંદલાલ ઉર્ફે નંદુ મોહનલાલ વરસાત ને ઝડપી પાડ્યા છે જયારે વોન્ટેડ લાલાભાઇ ડામોર પોલીસ પકડથી દુર છે.