ગામે-ગામ આવા સૂત્રો સાથે ફરી રહી છે કાર..

આ જિલ્લામાં ફરી રહી છે કાર

ગામે-ગામ આવા સૂત્રો સાથે ફરી રહી છે કાર..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

એક તરફ લોકસભાની ચુંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમા ખેડૂતોના પ્રશ્ને ખેડૂત હિત સમિતિઓ મેદાને આવી છે. તેવામાં સરકાર પાસે ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો પર જવાબ માંગતી એક કાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે. ખેડૂતોના હક્કના રૂપિયાનો ચોકીદાર હિસાબ નથી આપતા એટલે ચોરીમાં પણ તે સામેલ છે તેવા આક્ષેપ સાથેની એક કાર દ્વારકા જીલ્લામાં ફરી રહી છે,જો ચોકીદાર ચોર ન હોય તો ખેડૂતોને હિસાબ આપે, છેલ્લા 5 વર્ષની સરેરાશના આંકડા અને ચાલુ વર્ષના ઉત્પાદનના આંકડા સરકાર જાહેર કરે વગેરે સૂત્રો કારમાં લખી ખેડૂત હિત રક્ષક સમિતિના એક ખેડૂત સમગ્ર જિલ્લામાં ફરી રહ્યા છે અને આ રીતે તેવો સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.