કાર સીધી જ....ક્રોકરી શોરૂમમાં ઘુસી ગઈ..

આ રીતે બની ઘટના..થોડીવાર તો અફરાતફરી મચી ગઈ

કાર સીધી જ....ક્રોકરી શોરૂમમાં ઘુસી ગઈ..

Mysamachar.in:વડોદરા

વડોદરા શહેરના અલકાપુરીમાં બી.પી.સી. રોડ પર ક્રિષ્ના ક્રોકરી શો રૂમ આવેલો છે. જ્યાં ગત રાત્રે એક મહિલા ખરીદી કરવા માટે રેનોલ્ટ ક્વિડ કાર (GJ 06 PC 2661) લઇને આવી હતી. પરંતુ, મહિલા જેવી કાર લઇને શો રૂમના પાર્કિંગમાં આવી કે, તેણે એટલું જોરથી એક્સિલરેટર દબાવ્યું હતું કે, કાર ઉછળીને શો રૂમના પાંચ પગથિયા ચડી શો રૂમનો કાચ તોડી અંદર ઘૂસી ગઇ હતી. આ બનાવને પગલે ક્રિષ્ના ક્રોકરીના માલિક મહેશભાઇ સિંધાણી અને સ્ટાફના માણસો ગભરાઈ ગયા હતા અને એકદમ શું ધડાકો થયો તે જોવા માટે દોડી આવ્યા હતા. આ સમગ્ર બનાવ શો રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. કારે ઘૂસી જતાં શો રૂમમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. તેમજ આ મામલે મહિલા કાર ચાલક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.