ઉદ્યોગકારને મળી ધમકી...25 લાખ નહિ આપ તો તને તારા પરિવારને પતાવી દેશું...

રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવતા અંતે ઉધોગપતિએ ફરિયાદ નોંધાવી

ઉદ્યોગકારને મળી ધમકી...25 લાખ નહિ આપ તો તને તારા પરિવારને પતાવી દેશું...
symbolice image

Mysamachar.in-મોરબી:

મોરબીના ઉધોગપતિને બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવી અને 25 લાખ નહિ મોકલ તો તને અને તારા પરિવારને પતાવી નાખીશ તેવી ખંડણીની ધમકી આપી હતી.આથી ચિંતિત થયેલ ઉધોગપતિએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જેવો ટાઈલ્સ ફેક્ટરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવાઓએ આરોપી તરીકે મોબાઇલ નંબર, +1(425)606-4366,  SBI બેન્કના એકાઉન્ટ નંબર 20421021127, IFSC-SBI0000190 તથા  PAYTM, CHANDAN KUMAR  7766946803  ઉપયોગ કરનાર તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ કે,

આરોપીએ લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી મોબાઇલ નંબર +1(425)606-4366 ઉપર થી ફરીયાદીના મોબાઇલ વોટસએપમાં વોટસએપ ઉપર ઓડીયો, વિડીયો મેસેજ તથા વોટસએપ ઓડીયો કોલ્સ દ્વારા ફરીયાદીને  ડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા 25 લાખ કઢાવી લેવાની માંગણી કરી એસ.બી.આઇ બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે.તથા  ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા અને જો રૂપિયા 25 લાખ નહી આપે તો ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના મોબાઇલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી મૃત્યુનો ભય બતાવી રૂપિયા તરત જ મોકલવા દબાણ કરેલ હતું. આથી પોલીસે આ બનાવની તપાસ હાથ ધરેલ છે.