પ્રેમીએ પ્રેમિકા પર દુષ્કર્મ આચર્યું, પૈસા પણ લીધા, અને મારી નાખવાની ધમકી પણ આપી 

રાજકોટમાં ચકચાર જગાવનાર કિસ્સાની વિગતો વાંચો

પ્રેમીએ પ્રેમિકા પર દુષ્કર્મ આચર્યું, પૈસા પણ લીધા, અને મારી નાખવાની ધમકી પણ આપી 
symbolic image

Mysamachar.in:રાજકોટ

રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકા પર દુષ્કર્મ આચર્યું, પૈસા પણ લીધા, અને મારી નાખવાની ધમકી પણ આપી ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદી મહિલાએ પોતાના પ્રેમી યુવરાજસિંહ ચુડાસમા સામે આવા આક્ષેપો સાથેની દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે,પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં રહેતા આરોપી યુવરાજસિંહ ચુડાસમા વિરુદ્ધ તેની પ્રેમિકાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક અવારનવાર દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ કર્યો છે. ફરિયાદી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવરાજસિંહ ચુડાસમા સાથે તે પ્રેમસબંધમાં હોય દરમિયાન છેલ્લા એક મહિનામાં તેમને મારી સાથે અવારનવાર મારા ઘરે તેમજ બહાર હોટેલમાં દુષ્કર્મ આચર્યું છે. મારી પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા છે જે પરત આપ્યા નથી. ઉપરાંત વધુ 30,000ની માગણી કરતા રૂપિયા ન આપતા ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છરી કાઢી ‘આ છરી સગી નહીં થાય’ તેમ કહી છરી ઉગામતા ડાબા હાથમાં છરી વાગતા છરકો થયો છે. મને અને મારા ભાઈને મારી નાખવાની ધમકી આપી છે. હાલ ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.