જામનગર શહેરમાં મળી આવેલ એ મૃતદેહ...પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કર્યો
મૃતકના ભાઈની ફરિયાદને આધારે ગુન્હો દાખલ

Mysamachar.in-જામનગર
બે દિવસ પૂર્વે જામનગરમાં ખેતીવાડી કેન્દ્ર સામે મહાકાળી મંદિર પાછળ શબરી નગર વિસ્તારમાંથી કલરકામ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો, મૃતકના છાતીના ભાગે અમુક કાળા ડાધવાળા નિશાન અને પાછળનો ભાગ દાઝેલો હોવાનુ સામે આવ્યુ હતું અને પોલીસને પણ આ પ્રાથમિક તબક્કે આ ઘટના આત્મહત્યા નહિ પરંતુ હત્યા હોવાની આશંકા હતી અને પોલીસ તે દિશામાં તપાસ કરી રહી હતી, તે અંગે તપાસ હાથ ધર્યા બાદ અને પોસ્ટમોર્ટમ શોર્ટનોટને આધારે સીટી સી ડીવીઝન પોલીસે અજાણ્યા ઈસમો સામે મૃતકના ભાઈ ની ફરિયાદ ને આધારે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે,
બે દીવસ પૂર્વે જયારે પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરતા મૃતક મનોજભાઇ નાથાભાઇ કોડીયાતર (ઉ.વ. 35) હોવાનુ ખુલ્યું હતુ જેને તેના ભાઇએ ઓળખી બતાવ્યો હતો. મૃતક યુવાન કલરકામના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનુ અને દારૂ પીવાની લત ધરાવતો હોવાનુ પણ પોલીસ સમક્ષ જાહેર થયુ હતુ. મૃતકની હત્યા બોથડ પદાર્થ ના ઘા ઝીંકીને કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, હવે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફ આ મામલે હત્યારા કોણ તેની શોધખોળ કરી રહ્યું છે.