ભાજપમા અનુભવીને મુકાશે કોરાણે....? અત્યારથી જ બળવાના એંધાણ

55 વર્ષથી વધુ ઉમરના દાવેદારી ન કરે...... તો વર્ષો સુધી પક્ષમા કામ કર્યા પછી પણ ઠેંગો? પક્ષમા ગણગણાટ

ભાજપમા અનુભવીને મુકાશે કોરાણે....? અત્યારથી જ બળવાના એંધાણ
file image

Mysamachar.in-જામનગર

એક તરફ જામનગર સહિતની મહાપાલીકાઓ માટે ભાજપના ઉમેદવારો માટે સેન્સ લેવાનુ ચાલે છે બીજીતરફ મોટી ઉમરનાને ટીકીટ નથી આપવાની તેવુ પ્રદેશ પ્રમુખે મન બનાવ્યુ હોય તેમ લાગે છે, ત્યારે જામનગર ભાજપમા ગણગણાટ શરૂ થઇ ગયો છે કે વર્ષો સુધી પક્ષમા સેવા આપી અનેક અનુભવ લીધા હોય તે પાર્ટી માટે જ કામ આવી શકે તેના બદલે 55 વર્ષના થાય તેને ધક્કો મારી દેવાનો? જેથી અમુક તો બળવો પણ કરી શકે તેમ રાજકીય વિશ્લેષકો કહે છે, પક્ષમા યુવાન હોવા જ જોઇએ અને યુવાનો વધુ જહેમતથી કામ કરી શકે તે મહત્વનુ છે માટે વધુમા વધુ યુવાનોને તક મળે તે સારો નિર્ણય છે, પરંતુ યુવાનીથી પ્રૌઢ થવા સુધી ભાજપમા સેવા કરી હોય તો ચુંટણી લડવાની ઇચ્છા ઘણા અનુભવીઓને થાય તે સ્વાભાવિક છે,

પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખે એક કાર્યક્રમમાં સંકેત આપ્યો હતો કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આગામી ચૂંટણીઓમાં ભાજપ યુવાઓને વધુ ટિકિટો આપશે અને આ ઉપરાંત 55 વર્ષથી મોટી ઉંમરના લોકો ટિકિટ માંગે નહીં તેવી ભાજપ પ્રદેશ પ્રમુખે ટકોર કરતા ચુંટણી લડવા થનગનતા અનેક સીનીયરમાં નિરાશાની લાગણી ફેલાયાનો ગણગણાટ સાંભળવા મળે છે, (હા જો કે આ વિધાન અપવાદ પણ થઇ શકે અને ખરેખર પક્ષને વરેલા હોય તેવા અતિ અનુભવીને પણ સ્થાન અમુક કિસ્સાઓમાં મળે પણ ખરા)

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ છે ત્યારે 55 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓએ દાવેદારી માટે અરજી કરવી નહી તેવી ટીપ્પણી ભાજપ પ્રદેશ પ્રમુખે એક કાર્યક્રમ દરમિયાન કરી હતી જેનાથી સિનિયરો નારાજ થયા છે જે ચુંટણીમા ભાજપને નુકસાન કરી શકે તેમ રાજકીય વિશ્લેષકો ઉમેરે છે.

- સેવા કરવાનો થનગનાટનો કટાક્ષ શુ સુચવે છે?

પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે એવુ પણ કહ્યુ કે ભાજપના કાર્યકરનો સેવા કરવાનો ઉત્સાહ એવો હોય છે કે તે રીટાયર્ડ થતા જ નથી હવે સમગ્ર રાજ્યમા ચર્ચા એ છે કે આ વાક્યનો અર્થ શુ થાય? બીજી તરફ 55 વર્ષ સુધી પક્ષમા કામ કરતા જ રહ્યા હોય તે પછી શુ કરે? પાર્ટી તક આપવા માંગતી નથી પ્રદેશ ભાજપ પ્રમુખ નવા નવા નિયમો લાવે છે ત્યારે અનુભવી વગરનો સંઘ આગળ પહોંચશે? કે પછી અમુક લોકો કેવી સેવા કરે છે તેના કચ્ચા ચીઠા પ્રદેશ પ્રમુખ પાસે છે એટલે તેમને જનરલ સેન્સમા બધા જ અનુભવી માટે કઇક લાલબતી કરી છે?