ભાજપના નેતાએ કહ્યું કે 15 ઓક્ટોબરથી આચારસંહિતા લાગુ થશે

ચુંટણીપંચે તો કોઈ જાહેરાત જ નથી કરી તો..?

ભાજપના નેતાએ કહ્યું કે 15 ઓક્ટોબરથી આચારસંહિતા લાગુ થશે

Mysamachar.in-રાજકોટ:

આ વર્ષ રાજ્યની વિધાનસભાની ચુંટણીઓનું વર્ષ છે, ચુંટણીપંચે આ અંગે હજુ કોઈ સતાવાર ચુંટણીઓ ક્યારે યોજાશે તે જાહેર કર્યું નથી એવામાં આજે ભાજપની રાજકોટ ખાતે યોજાયેલ કારોબારી બેઠકમાં સ્ટેજ પરથી ભાજપના નેતાએ 15 ઓક્ટોબરથી આચારસંહિતા લાગુ થઇ જશે અને કાર્યકરોને કામે લાગી જવા સુચના આપી હતી.રાજકોટ જિલ્લા ભાજપની આજે હેમુ ગઢવી હોલ ખાતે કારોબારી બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કા જેમાં રાજકોટ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

કારોબારીમાં બોઘરાએ કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીની આચારસંહિતા 15 ઓક્ટોબરથી આવી જશે, એટલે આપણી પાસે 100-125 દિવસ બાકી છે. 15 ઓક્ટોબર પછી આપણી પાસે સમય નહીં રહે, એટલે તૈયારીઓ શરૂ કરી દ્યો. જોકે આચારસંહિતા ચૂંટણી ચૂંટણીપંચ જાહેર કરતું હોય છે, પરંતુ અહીં બોઘરાએ જ આચારસંહિતાની તારીખ જાહેર કરતાં વિવાદ સર્જાયો છે.કારોબારી બેઠક પૂરી થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં બોઘરાએ જણાવ્યું હતું કે...

રાજકોટ જિલ્લાની કારોબારી બેઠક હતી, જેમાં ભાજપના કાર્યકરોને મેં એવું માર્ગદર્શન આપ્યું છે કે ચૂંટણી ડિસેમ્બર આવે એ નિશ્ચિત સમય છે, આથી એના બે મહિના પહેલાં ચૂંટણીની એક્ટિવિટી થતી હોય છે. એટલે 15 ઓક્ટોબર પછી અમારી પાસે કામ કરવાનો સમય નથી, એટલે હવે 120 દિવસ બાકી છે. 120 દિવસમાં કાર્યકર્તાઓએ શેડ્યૂલ જોઇને કામ કરવું જોઇએ, એવું માર્ગદર્શ આપ્યું હતું. ચૂંટણીપંચનું કામ છે ચૂંટણી જાહેર કરવી, પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે આખા ગુજરાતના આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણી ડિસેમ્બર મહિનામાં નિશ્ચિત સમયે આવવાની છે. ડિસેમ્બરના બે મહિના પહેલાં ચૂંટણીપંચની કાર્યવાહી ચાલતી હોવાથી અમારા કાર્યકર્તા પાસે સમય ન હોય માટે આવી વાત કરી છે.