પોલીસકર્મી પાસે આવક કરતા વધુ સંપતિ મળી આવતા ACB એ ગુન્હો નોંધ્યો

ધર્મેન્દ્રસિંહ જાડેજાની સંપત્તિની પ્રાથમિક તપાસ દરમિયાન

પોલીસકર્મી પાસે આવક કરતા વધુ સંપતિ મળી આવતા ACB એ ગુન્હો નોંધ્યો

Mysamachar.in-અમરેલી

આવક કરતા વધુ સંપતિ ધરાવનાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ એસીબી દ્વારા આવકથી વધુ સંપતિ અંગેના ગુન્હાઓ દાખલ કરી અને ઠોસ કાર્યવાહી કરવામાં આવી રહી છે, એવામાં એક પોલીસકર્મી પાસેથી તેની આવક કરતા 66% થી વધુ અપ્રમાણસરની મિલકત મળી આવતા એસીબીએ ગુન્હો નોંધ્યો છે, બોટાદ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ACBમાં ફરિયાદ નોંધાઈ છે. આવક કરતા 66.11 ટકા એટલે કે 64 લાખ 14 હજાર 886 રૂપિયાની ગેરકાયદેસર આવક થઈ હોવાનું સામે આવ્યું છે. આવક કરતા વધુ સંપત્તિને લઈને ACB દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ જાડેજાની સંપત્તિની પ્રાથમિક તપાસ દરમિયાન ધર્મેન્દ્રસિંહની અને તેના પત્નીના નામે રહેલી મિલકત અંગેના પુરાવા એકત્ર કરવામાં આવ્યાં હતાં. જેમાં તેની આવકના સાધનોમાંથી થયેલી કુલ આવક 1 કરોડ 18 હજાર 338ની સામે કુલ રોકાણ 1 કરોડ 64 લાખ 23 હજાર 224 રૂપિયા થયેલી હોવાનું સામે આવ્યું હતું. જેથી 64 લાખ 14 હજાર 886ની અપ્રમાણસર મિલકતો વસાવવામાં આવી હોવાનું સામે આવતા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે.