Mysamachar.in-જામનગર:
આપણે ત્યાં જુના માણસો કહે છે કે આગ અને પાણીનો ભરોષો કરવો નહિ છતાં પણ અમુક લોકો પાણી જોઈને તરતા આવડતું હોય કે નહિ પણ કુદી પડે છે અને ક્યારેક આ મજા કેવી સજામાં પરિવર્તિત થાય તેનું ઉદાહરણ આજે જામનગરમાં જોવા મળ્યું…ઘટના કઈક એવી હતી કે આજે બપોરના સુમારે જામનગર નજીક આવેલા ધુંવાવ ગામ પાસે રૂપારેલ નદીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો ડૂબવા લાગતા દોડધામ મચી હતી. સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની મદદથી બે કિશોરોને બચાવી લેવાયા હતા. જો કે એક લાપત્તા બનતા તેની શોધખોળ હાથ ધરવામા આવી છે.
વરસાદના કારણે ધુંવાવની રૂપારેલ નદી હાલ બે કાંઠે વહી રહી છે ત્યારે આજે નદીમાં ન્હાવા ગયેલા ત્રણ મિત્રો ડૂબવા લાગ્યા હતા. ગુમ થયેલ કિશોર ધુંવાવ નજીક આવેલા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોએ બોટની મદદથી રૂપારેલ નદીમાં શોધખોળ હાથ ધરી છે.પણ પાણીનો ક્યારેય ભરોશો ના કરવો તે આજની ઘટના પરથી શીખ લેવા જેવું છે.