સીન-સપાટા નાખતા ૧૦ નબીરાઓ ઝડપાયા

પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

સીન-સપાટા નાખતા ૧૦ નબીરાઓ ઝડપાયા

my samachar.in-જામનગર:

જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન હરવા-ફરવા નીકળતા પરિવારોને કનડગત કે પરેશાની ન થાય તે માટે જામનગર પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરીને તકેદારી રાખવામા આવી રહી હતી ત્યારે જામનગર પંચકોષી બી પોલિસ દ્વારા બેફામ રીતે ધૂમ સ્ટાઈલથી બાઇક ચલાવતા ૧૦ નબીરાઓને ઝડપી લઈને બાઇકો ડિટેઇન  કરી બોધપાઠ આપ્યો હતો,

જમનગરમાં સાતમ-આઠમના તહેવાર દરમ્યાન ફરવા લાયક સ્થળ રણજીતસાગર ડેમ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યાં ધૂમ સ્ટાઈલથી બાઇક ચલાવીને સીન-સપાટા નાખતા ૧૦ નબીરાઓને પંચકોષી બી.ના પી.એસ.આઈ. મેઘરાજસિંહ વાળા તથા સ્ટાફના શોભરાજસિંહ જાડેજા,પદુભા જાડેજા,સુરેશભાઇ ડાંગર,કરણસિંહ જાડેજા દ્વારા ઝડપી લઈને બાઇક ડિટેઇન કરી નબીરાઓના સીન વીખી નાખ્યા હતા.