ટેમ્પો અને ઈક્કો ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી 6 કારો એક પછી એક અથડાઇ

અહી બની છે આ ઘટના વાંચો 

ટેમ્પો અને ઈક્કો ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી 6 કારો એક પછી એક અથડાઇ

Mysamachar.in-વલસાડ:

વલસાડ જિલ્લાના પારડી પાર નદી બ્રિજ ઉપર આજે સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેક પર એક સાથે 8 વાહનોના અકસ્માત થયો હતો. જેમાં સૌથી પહેલા આગળ એક ટેમ્પો અને ઈક્કો કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી 6 અન્ય કાર એક પાછળ એક અથડાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈને વલસાડ મુંબઇ વચ્ચેનો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના અને સ્થાનિક લોકોએ 108 અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. જોકે, આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી હતી.

વલસાડ, બારડોલી, ભરૂચ, સુરત, વડોદરાના પરિવાર દમણ ફરવા માટે આજે નીકળ્યા હતા. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પ્રવેશ દ્વાર ઉપર આવેલી પારનદી બ્રિજ પાસે 8 જેટલા વાહનોનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતી અકસ્માતમાં એક 2 કારમાં બેસેલ પરિવારની મહિલાને ઇજા પહોંચી હતી. એક સાથે 8 વાહનોના વિચિત્ર અકસ્માત સર્જાતા તેઓનો રવિવાર બગડ્યો હતો. અને તમામ કારના આગળ બોનેટમાં અને પાછળ ડીકીમાં નુકશાન થયું હતું.