જેને કહેવુ હોય તેને કહો....રેશનવોર્ડ સંચાલકનો હુંકાર સાથે પડકાર

ડેપ્યુટી મેયર દોડી ગયા....પરંતુ સસ્તા અનાજની હાલાકી જૈસે થે

જેને કહેવુ હોય તેને કહો....રેશનવોર્ડ સંચાલકનો હુંકાર સાથે પડકાર

Mysamachar.in-જામનગર

અમને એક તો માલ પુરો નથી મળતો પુછીએ કે કઇ કહીએ તો વોર્ડ દુકાનદાર એમ કહે છે તમારે જેને કહેવુ હોય એને કહો...વગેરે....હુંકાર સાથે તંત્રને પડકાર ફેંકે છે...આ વેદના છે ગુલાબનગરના ગરીબ પરિવારના રેશનકાર્ડ ધારકની જેને સસ્તા અનાજનો માલ કાકલુદીને આજીજી કરવા છતા નથી મળતો આ જ વિસ્તારના અનેક બહેનોએ પણ mysamachar.in ના એડીટર સમક્ષ વેદના ઠાલવી હાલાંકી વર્ણન સાંભળતા આખમા આસુ આવે અને દુખ કહેનાર વલોવાતા હોય તેવી દયનીય સ્થિતિ ગરીબોની જોઇ જાગતા પ્રહરી તરીકે આ ગેરરીતી ઉજાગર કરવી ખુબ જરૂરી થઇ પડી આ વોર્ડ ધારક સામે તેમજ શહેરના અનેક બીજા દુકાનદારો સામેની  આવી તો અનેક ફરિયાદો છે,

ગુલાબનગર વોર્ડ નંબર 11 મા દીલીપગીરી સસ્તા અનાજ વોર્ડનુ સંચાલન કરે છે વર્ષોથી તેમની સામેની ગરીબ લોકોની ફરિયાદ ઉઠતી હોવા છતા પુરવઠા અધીકારી પુરવઠા ઇન્સ્પેક્ટરો નાયબ મામલતદાર કે મામલતદાર કોઇ જ પગલા કેમ નથી લેતા તે પ્રશ્ન વચ્ચે સ્થળ ઉપરની લોકોની પીડા જોઇએ સાંભળીએ તો હ્રદય દ્રવી ઉઠે તો સરકારી અધીકારી કે પ્રજા પ્રતિનિધીઓ શા માટે ગરીબ લોકોની મદદે આવતા નથી તે સવાલ છે શહેરમા શાસક વિપક્ષ તાલુકામા ગામડમા ક્યાય આ વ્યાપક પ્રશ્ન મુદે કોઇ અવાજ નથી ઉઠાવતા (હા એકમાત્ર નવાગામ ઘેડના પ્રજાપ્રતિનિધી રચનાબેનએ લોકોનો પ્રશ્ન ઉઠાવ્યો હતો) તેમ દરેક કરે તો ગરીબોનુ ભલુ થાય અને તેમની જ સરકાર બણગા ફુકે છ એ સાર્થક થાય વળી ઘણ બધા બધુ જાણે છે છતાય કેમ જાગતા નથી એ સવાલ બીજા સવાલો ઉભા કરે.

એ સ્વાભાવિક છે વળી દુકાનદારોને ત્યા હેરાન થતા લોકોની મદદે પુરવઠા તંત્ર પણ જતુ કેમ નથી?? આળસ તો નથી બીજુ કારણ છે અને તે હર્યુ ભર્યુ કારણ છે વળી પ્રેસનોટ પણ નથી આપતા કે લોકોને આટલુ અનાજ આ ભાવથી બીજુ આટલુ ફ્રી મળશે ને બોર્ડ પણ નથી મુકાવતા તેમજ નહી ભાવપત્રક નહી સ્ટોકપત્રક ગરીબોને ઉડાઉ જવાબ વગેરે આ ગુલાબનગર વાળા વોર્ડ ની જોહુકમી જાણી ડેપ્યુટીમેયર તપન પરમાર દોડી ગયા હતા પરંતુ લોકોને સુખદ અનુભવ થવાનુ હજુ છેટુ લાગે છે.

પેલા સંવેદનશીલ ભાઇ કહે છે કે રૂપીયો મોકલીએ તો સવા રૂપીયાનુ વિકાસ કામનુ જનસુવિધા માટેનુ વળતર મળે છે.....પરંતુ સાહેબ અહી તમે બાચકા ના થપ્પા મોકલો છો પણ લોકોને તો ભીખારીની જેમ ઉપકાર કરતા હોય તેમ જેવુ તેવુ ને થોડુ થોડુ મળે છે. સરકાર મસ મોટી જાહેરાત આપે છે કે ગરીબોની પડખે સરકાર......ફ્રી અનાજ વિતરણ.....તો ઇ સરકાર ના જ ચુંટાયેલા ચિંતા નથી કરતા ગરીબોને પેટની આગ નહી ઠરે તો જવાળા મુખી ફાટશે ત્યારે શુ થશે?? શાસન પ્રશાસન સસ્તુ અનાજ ન અપાવી શકે પુરતુ અને સારૂ તો બીજી શુ આશા રાખવી?? વગેરે અનેક સવાલ આક્ષેપ આક્રોશ ચર્ચા ટીકાઓ જાગી છે.

-આજે જીલ્લા પુરવઠા અધિકારીને આ અંગે પૂછવામાં આવ્યું પણ..

લોકોના દુકાનદાર સામે આટલા આક્ષેપ બાદ જેની પ્રથમ જવાબદારી આ મામલે તપાસ કરાવવાની છે તે જામનગર જીલ્લા પુરવઠા અધિકારીની પણ માયસમાચાર દ્વારા પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે આ મામલે કોઈ પ્રત્યુતર ના આપી ચુપકીદી સાધી લીધી જે ઘણું બધુ કહી જાય તેમ લાગે છે.હા બાકી જો કરી બતાવવાની દ્રઢ ઈચ્છાશક્તિ જ હોય તો કેસમાં કેટલાય ફરિયાદી પણ છે જો કરવું હોય તો પુરવઠા વિભાગ ધારે તે કરી શકે પણ કરવું હોય તો ને....?

-ગ્રાઉન્ડ રીપોર્ટમાં આ બાબતો અમને સામે આવી પુરવઠા વિભાગ કેમ ચુપ છે.?

*ગુલાબનગર વોર્ડ નંબર અગીયારમા બીલ નથી અપાતા કાં....તોકે પ્રિન્ટર નથી.....બગડી ગયુ.....પણ બહેનો કે છે કે ક્યારેય બીલ નથી આવતા

*દિલીપગીરી સામે છેલ્લા દાયકામા ગ્રાહકોની ફરિયાદ ઉઠી છે,પગલા નહી એક વખત જેવા તેવા પગલા લીધાનુ અમુક જાણકારોએ ઉમેર્યુ છે( ગત લોકડાઉનમાં પણ સામે આવી હતી ફરિયાદ )

*આ સસ્તા અનાજ દુકાનમા  તોલમાપ ખરાય નિયમીત થતી ન હોવાની ચર્ચા થાય છે સખ્ત તપાસની જરૂર 

*આ વોર્ડમા ભાવ પત્રક સ્ટોક પત્રક નથી

*અનેક લોકો ફરિયાદો કરતા વેદના ઠાલવતા ઉભા હતા દુકાને છતા દુકાનદાર મચક નહોતા આપતા (લોકો કહે પીઠબળ છે કા કોક તેના આકા છે ને વિરોધ કરનાર ને ડામી દેવામા માહિર છે તેમજ રેવન્યુના જાણકારોના મતે તેને પુરવઠા વિભાગે વર્ષોથી પાળ્યો પોસ્યો છે જે પીડા લોકો ભોગવે છે આ વાતમા સાચું શુ તે તપાસનો વિષય છે)

*એક બહેન કહે ઘણા માલ લઇ જાય પછી વેચે છ પણ અમારે તો હાડલા હડીયુ કાઢે છ એટલે પરિવાર ને ખવડાવુ શુ

*ઘઉ 2 રૂપિયા ના બદલે 10 ના કીલો વેચે છે કોઇ પુછનાર નથી

*કોઇ ને બીલ તો ન આપે ઉપરથી માલ ઓછો દઇ કાર્ડ મા પુરો લખી નાખે તેમ એક બેન બોલ્યા

*પુરવઠાવાળા ઘઉ નથી આપતા કેમ કહી લોકોને તગેડે છ પણ પુરવઠા ગોડાઉનમાથી તો પુરતો માલ અપાયો જ છે

*ઘણાને ફ્રી માલને પૈસા વાળા માલની ખબર ન હોય પરંતુ બધો ઉધારાય જાય છે તેમ અમુક  કહે છે

*દુકાનદાર કહે અમે પુરો માલ આપીએ જ છીએ કોઇ ફરિયાદ નથી હા....બીલ આપવુ ફરજીયાત છે પણ પ્રિન્ટર બગડી ગયુ આજે (ખરેખર આવા ઘણા વોર્ડ છે જ્યા પ્રિન્ટર હોતા જ નથી બીલ અપાતા નથી ઇન્સપેક્શન થતા નથી અને થાય ત્યા બીજા કામસર વીઝીટ થાય છે તેવા આક્ષેપો જાણકારો કરે છે)

લોકોના પગે પાણી ઉતરે છે વારો આવે તો ઓછો માલ મળે છે ભાવ વધુ લે છે ક્યારેય પુરતો માલ ન આપે તોય દુકાનદાર ઠંડા કલેજે પોતાનો જ પક્ષ રાખે છ કે ના કોઇ ફરિયાદ નથી અરે ભાઇ તમે સાંભળો છો તેમ લોકો ફરિયાદ કરે છે વેદના ઠાલવે છે ડેપ્યુટી મેયર ખુદ કહે છે તો કઇક તો શરમાવ કે હા ફરિયાદ કરે છે તેમ તો કહો.....પણ  ના હમ નહી સુધરેંગેની નિતી તંત્રના પીઠબળથી જાળવી રાખી છે

હવે તંત્ર નહી જાગે તો લોકો કાયદો હાથમા લેશે કેમકે પેટની આગ મુકે કોઇને??કેમકે હજુ ઘણી સ્ફોટક બાબતો બીજી પણ આ દુકાનદારની આવી રહી છે જેમા "વ્યવહાર" "સાંઠગાંઠ" "મિલિભગત" વગેરેનો પર્દાફાશ થવાનો છે જેની ખરાઇ કરાવાઇ રહી છે જે માટે ઠોસ અને અંદરના સુત્રો સક્રિય છે, માટે યહ અંદરકી બાત બહાર આવી શકે છે.