Mysamachar.in-જામનગર
જામનગરમાં વધુ એક સગીરા પર વારંવાર તે જે જગ્યાએ ઓફિસમાં કામ કરવા માટે જતી હતી તે યુવકે જ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે, રેડીમેડ કાપડનો ધંધો કરતા શખ્સે દુકાનમાં નોકરી કરતી સગીરાને લલચાવી ફોસલાવી ત્રણ માસ જેટલા સમય સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે સી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થતા પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી શખ્સ તેમજ દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાની મેડીકલ પરીક્ષણ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ બનાવની સી ડીવીઝન પોલીસ પાસેથી મળતી વિગત મુજબ શહેરમા વસવાટ કરતી એક સગીરા છેલ્લા ચાર માસથી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ આરોપી જહાગીર ખફીની ઓફિસમાં નોકરીએ લાગી હતી. શરૂઆતથી જ પરિણીત આરોપીએ આ સગીરા પર નજર બગાડી સગીરાને પોતાના વશમાં કરવા માટે લાલચ આપી ફ્રેન્ડશીપ કરી હતી ત્યારબાદ સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી છેલ્લા બે ત્રણ માસ દરમિયાન અવારનવાર તેણી પર દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ પોલીસ ફરિયાદ દાખલ હતા આરોપી સામે પોલીસે આરોપી બળાત્કાર જાનથી મારી નાખવાની ધમકી, પોસ્કો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.અને આરોપીને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે.