Mysamachar.in-જામનગર:
આજે જ્યાં જુઓ ત્યાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે, સદુપયોગ થાય ત્યાં સુધી સમજ્યા પણ દુરુપયોગના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે, જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકના કરણસિંહ જાડેજાએ લાલપુર બાયપાસ ચોકડી નજીક બાપા સીતારામ હોટેલ પાસેથી ભાવેશ ગોરધનભાઈ નંદા નામના શખ્સને ટેલીગ્રામમાથી ઓનલાઈન મેળવેલ એપ્લી. fun365exch.com આઇ.ડી. ઉપર પોતાના યુઝરનેમ તથા પાસવર્ડ દ્વારા ઑસ્ટ્રેલીયામા ચાલી રહેલ ટી 20 મેચમા ક્વીન્સલેન્ડમા હાલમા ચાલી રહેલ સીડની સીક્સર્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચેની ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રીકેટ મેચમા મેચનો સ્કોર જોઇ રન ફેરનો સદર આઈ.ડી.મા ભાવ લગાડી પૈસાની ઓનલાઈન લેતી દેતી કરી જાહેરમા જુગાર રમી રેઇડ દરમ્યાન રોકડા 12500 તથા ફોન કિ.રૂ.7000/- મળી કુલ રૂ.19,500ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી પી.એસ.આઈ.સી.એમ.કાંટેલિયા, કે.પી.જાડેજા, કરણસિંહ જાડેજા, પદુભા જાડેજા, સુરેશ ડાંગર વગેરેએ કરી હતી.