Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં હાલ જુદા-જુદા વિસ્તારોમાં પ્રિ મોન્સુન કામગીરી ચાલી રહી છે, જે કામગીરી જુદા જુદા કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવી રહી છે, એવામાં આજે કોન્ટ્રાકટરની હિમ્મત એવી તો જોવા મળી કે સાઈટ પરના એન્જીનીયર દ્વારા યોગ્ય રીતે કામ કરવાનું કહેતા આ કોન્ટ્રાકટરે ઉગ્ર બોલાચાલી કરી અને હુમલો કરતા આ મામલાના ઘેરા પ્રત્યાઘાતો જેએમસી ટેકનીકલ યુનિયનમાં પણ પડ્યા છે, અને યુનિયનના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા આ મામલે તાકીદે કમિશ્નરને પત્ર પાઠવી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવે છે અને જો કોઈ ઉચિત કાર્યવાહીના થાય તો આવતીકાલે સવારે કમિશ્નર ચેમ્બર બહાર યુનિયનના હોદેદારો ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે,
આજે બનેલ ઘટના કઈક એવી છે કે સોલીડ વેસ્ટ શાખાના મલય આર. ઠાકર (વર્ક આસી.) સોલીડ વેસ્ટ આજરોજ સવારના 10 વાગ્યે જવારનગર -1, પુલીયા પાસે કોન્ટ્રાકટર ધીરેન્દ્ર કે. ફલીયા દ્વારા પ્રિ – મોન્સુન કામગીરી ચાલતી હતી ત્યારે એન્જીનીયર વર્ક આસી. મલય ઠાકર ધ્વારા કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત રીતે જુદા-જુદા ગાળામાંથી સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવતા તેઓ દ્વારા એન્જીનીયર સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો ભાંડી તેમજ 3-4 ફડાકા મારી તેમજ પૉતાની ગાડીમાંથી ધોકો લઇ મારવા દોડેલ હતા. આમ આ મામલે મનપાના કર્મચારીઓ અને અધિકારીઓની સલામતીને ધ્યાને લઇ સિકયોરીટી શાખા દ્વારા કોન્ટ્રાકટર ધ્વારા ધીરેન્દ્ર કે. ફલીયા સામે જુદા જુદા કલમો હેઠળ ફરિયાદ નોંધાવી આ કોન્ટ્રાકટર સામે સામે કડક પગલા લેવાની માંગ ટેકનીકલ યુનિયન દ્વારા કરવામાં આવી છે,
કોન્ટ્રાકટર દ્વારા થયેલ આ કૃત્ય અંગે જો કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં નહિ આવે તો જે. એમ. ટેકનીકલ યુનિયન દ્વારા આવતીકાલે સવારે 11:00 થી 3:00 દરમિયાન ગાંધી ચિંધ્યા માર્ગે ટેકનીકલ યુનિયનના તમામ હોદેદારો કોરોના પ્રોટોકોલ ધ્યાને લઈ આપની ચેમ્બર પાસે કે ધરણાનો કાર્યક્રમ યોજવાની ચીમકી પણ ઉચ્ચારી છે.