મહિલા TDO સહિતની ટીમ લાંચ લેતા ઝડપાઈ ગઈ

2 લાખની લાંચ આ કામ માટે માંગી હતી

મહિલા TDO સહિતની ટીમ લાંચ લેતા ઝડપાઈ ગઈ

Mysamachar.in-પંચમહાલ

દરરોજ રાજ્યમાં એક કે બે અલગ અલગ વિભાગોના કર્મચારીઓ કે અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ જાય છે, તે બાબત સ્પષ્ટ કરે છે કે રાજ્યમાં સરકારી કચેરીઓમાં લાંચનું પ્રમાણ કઈ હદ સુધી વધી ગયું છે, એવામાં પંચમહાલના શહેરામાં તાલુકા વિકાસ અધિકારી સહિતની અન્ય ત્રણ કરાર આધારિત કર્મચારીઓ પણ આ ટ્રેપ દરમિયાન ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે, સરકારની વિવિધ યોજનામાં કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટરને એક ટેન્ડર શહેરા પંચમહાલ ખાતેનું મનરેગાનું મળ્યુ હતું. જેમાં તેણે મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેક વોલના કામ માટે રો-મટિરિયલ સપ્લાય કર્યું હતું. જે પેટે તેને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી રૂ. 2,75,00,000 તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા 1,71,00,000ના બિલના ચેક મંજુર થયા હતા. જે પાસ કરાવવા આરોપી હેમંત મફતભાઇ પ્રજાપતિ, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી તથા TDO ઝરીના વસીમ અંસારીએ ફરિયાદી પાસે અગાઉ અલગ રકમ લીધી હતી.

હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી ટીડીઓ ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂા. 2,45,000ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે એસીબીએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાં. તથા ટીડીઓ વતી લાંચ લેવા આવેલા રીયાઝ મનસુરીને શંકા જતાં લાંચની રકમ લીધી ન હતી. આરોપી હેમત પ્રજાપતિ અને કીર્તીપાલ સોલકી લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા હતા. જ્યારે TDO ઝરીના અન્સારી વતી લાંચ લેવા આવેલા આરોપી રીયાઝ મનસુરીને પણ ઝડપી લીધો હતો. શહેરા ટીડીઓ ઝરીનાબેન વચેટીયા મારફતે લાંચની માંગણી કરતાં એસીબી સ્ટાફે ટીડીઓને પકડી લીધા હતા. પકડાયેલા ચારે લાંચિયા અધિકારીને ગોધરા એસીબી મથકે લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.