હવે શિક્ષકોને ટેકાના ભાવે મગફળી ખરીદવાના કાર્યની નોંધણીમાં જોતરવામાં આવ્યા

પહેલા તીડ પકડાવ્યા, પછી ખેતીવાડીનો સર્વે કરાવ્યો અને હવે..

હવે શિક્ષકોને ટેકાના ભાવે મગફળી ખરીદવાના કાર્યની નોંધણીમાં જોતરવામાં આવ્યા
file image

Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા

સરકારી શિક્ષકોની આ તે કેવી દશા...કે પહેલા તીડ નીકળ્યા તો શિક્ષકોને ભગાડો તીડને પછી પાક નુકશાનીના સર્વેમાં અમુક શિક્ષકોને જોડવામાં આવ્યા બાદ હાલમાં ખાસ તો સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીના ખરીદી માટે ગ્રામપંચાયતો ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેસનની પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં VCE તરફથી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવતા આ કામગીરીમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના શિક્ષકોને જોતરવામાં આવતા શિક્ષકોમાં રોશની લાગણી જોવા મળી રહી છે,

જાણવા મળતી વિગતો પ્રમાણે જામનગર જીલ્લાના જામનગર તાલુકા, જામજોધપુર, લાલપુર અને જોડીયામાં એમ મળી અંદાજે 250 જેટલા શિક્ષકોના આ કામગીરી માટે ઓર્ડર નીકળ્યા છે, જેમાં ઓર્ડર મુજબ શાળાના આચાર્યએ શાળાના 2 મદદનીશ શિક્ષકોને ફાળવવાના રહેશે, તે એટલા માટે કે ઓનલાઈન રજીસ્ટ્રેસનની આ પ્રક્રિયાનો VCE તરફથી બહિસ્કાર કરવામાં આવેલ તેની જગ્યાએ શિક્ષકોનો જે વિષય જ નથી તે મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં જોડાવાનો વિરોધ વધુ પ્રચંડ બને તો નવાઈ નહિ.